ગુજરાત

30 ભિલોડા વિધાનસભા બેઠક ના ઉમેદવાર પી સી બરંડા ની ભવ્ય જીત થતા મેઘરજ ના સિસોદરા ગામે ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

વિધાનસભા ની ચૂંટણીઓ પુરી થયા બાદ વિજયી બનેલા ધારાસભ્યો ના ઠેર ઠેર મત વિસ્તારો માં સ્વાગત અને સન્માન સમારંભો યોજાવાના શરૂ થયા છે ત્યારે આજે ભિલોડા બેઠક ના ધારાસભ્ય પી સી બરંડા નો મેઘરજ તાલુકા ના સિસોદરા ખાતે આવેલ મેઘાઈ માતા ના મંદિરે ભવ્ય સન્માન સમારંભ યોજાયો

ભિલોડા બેઠક છેલ્લા 25 વર્ષ થી કોંગ્રેસ નો ગઢ ગણાય છે આ બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અહી ડો અનિલ જોષીયરા ચાર ટર્મ થી ચૂંટાતા આવતા હતા કોરોના ના કારણે તેમનું અવસાન થયું ત્યારબાદ 2022 ની વિધાનસભા ચૂંટણી યોજાઈ જેમાં ભાજપ દ્વારા પૂર્વ આઇપીએસ અધિકારી પી સી બરંડા ને ફરી મેદાન માં ઉતર્યા અને પી સી બરંડા એ કોંગ્રેસ ના ગઢ માં ગાબડું પાડી ને બેઠક આંચકી લેવામાં સફળ રહ્યા ત્યારે વિજેતા ધારાસભ્ય પી સી બરંડા નો ભવ્ય સન્માન સમારંભ યોજાયો મેઘરજ તાલુકા એ જીત ની લીડ આપી અને 30 હજાર મત થી વિજયી બનાવ્યા અને મેઘરજ ના બાઠીવાડા અને બેલ્યો જિલ્લા પંચાયત વિસ્તાર ના અગ્રણીઓ મતદારો નો સન્માન સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો જેમાં પી સી બરંડા એ જણાવ્યુ હતું કે વર્ષો થી આ વિસ્તાર માં અનેક પ્રાણ પ્રશ્નો ઉકેલ્યા વગર ના છે જે સત્વરે ઉકેલી મેઘરજ તાલુકા ને વિકાસ શીલ બનાવીશું કહી મતદારો નો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ભાજપ ના મહામંત્રી ભીખાજી ડામોર ,પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપ ના નેતા હીરાજી ડામોર, મેઘરજ તાલુકા ભાજપ પ્રમુખ ભુપતસિંહ, ભાજપ ના નેતાઓ રમેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, મહેશભાઈ ઉપાધ્યાય, શ્રીકાંત પંડ્યા ઉર્ફે લાલાભાઈ , ડાહ્યાભાઈ પટેલ ઇપલોડા દિલીપભાઈ પટેલ વાસણા સહિત ના અનેક કાર્યકરો અને તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ સરપંચો અને મોટી સંખ્યામાં મેઘરજ જિલ્લા પંચાયતના સીટ તેમજ કળિયાકુવા જિલ્લા પંચાયત સીટ ના મતદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મતદારો એ ધારાસભ્ય પી સી બરંડા નો પુષ્પમાળા થી સન્માનિત કર્યા ત્યાર બાદ ધારાસભ્ય એ ફૂલોની વર્ષાએ મતદારો ને સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x