ગુજરાત

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો; હિંમતનગર ખેતીવાડી વિભાગ મુજબ ખેતીમાં કોઈ નુકશાનની ભીતિ નથી

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં તો રવિ સિઝનમાં સિંચાઈ માટે પાણી કેનાલમાં અપાઈ રહ્યું છે. રવિ સિઝનમાં જિલ્લામાં ઘઉં અને બટાકાનું વાવેતર સૌથી વધુ છે. વાતાવરણના પલટાને લઈને હાલમાં ખેતીમાં કોઈ નુકશાનની ભીતિ નથી પરંતુ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતા રહેલી છે.

સિંચાઈ માટે કેનાલ થકી પાણી
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે મંગળવારે વહેલી સવારથી વાતવરણમાં પલટો આવ્યો છે અને વાદળો આવી જતા ઠંડીમાં ઘટાડો થયો છે અને બપોરે ગરમી વધી છે. બીજી તરફ રવિ સિઝનમાં જિલ્લામાં ઘઉં અને બટાકાનું વાવેતર વધુ છે અને ઠંડી વધુ હોય તો પાકમાં ઉતારો પણ સારો આવે પરંતુ વાતવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો હાલમાં રવિ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ થકી પાણી પણ અપાઈ રહ્યું છે.

પાકમાં રોગ આવવાની શક્યતા
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 913 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં 78 હજાર 189 હેક્ટરમાં ઘઉં જેમાં હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 28 હજાર 281 હેક્ટરમાં વાવેતર થયું છે તો 24 હજાર 232 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જિલ્લામાં મકાઈ 1832, ચણા 3100, રાઈ 3604, તમાકુ 4838, જીરું 19, ધાણા 40, લસણ 38, વરીયાળી 2131, ડુંગળી 56, શાકભાજી 6038 અને ઘાસચારાનું 9796 હેકટરમાં વાવેતર કરાયું છે. વધુમાં જણાવ્યું હતું કે, વાતાવરણના પલટાને લઈને હાલમાં ખેતીમાં કોઈ નુકશાનની ભીતિ નથી પરંતુ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતા રહેલી છે. હાલમાં વાવેતર કરાયેલું છે જેમાં પ્રારંભીક તબક્કો છે એટલે હાલમાં કેનાલ દ્વારા પિયત માટે પાણી પણ અપાઈ રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x