થરાદ ની મોડેલ સ્કુલ માં તાલુકા કક્ષાનું વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન -2022 યોજાયુ.
થરાદ ની મોડેલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૨ યોજવામાં આવ્યો આ પ્રદર્શન જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિ.શિ. અને તાલીમ ભવન,પાલનપુર તથા જિ.પં.શિ. સમિતિ બ.કાં.સંચાલિત બી.આ.સી ભવન થરાદ આયોજીત હતુ. જેનો મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડા હતો. આ પ્રદર્શન માં બાળ વૈજ્ઞાનિકો ના હસ્તે બનાવેલ વિવિધ મોડેલ્સ નિહાણી તેમને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા મામલતદાર દિલીપભાઈ દરજી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ ,નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝા , ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત મોડેલ સ્કૂલના આચાર્ય કરસનભાઈ. પઢિયાર ,બનાસ બેન્ક ડિરેકટર શૈલેષભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા, લાયન્સ કલબ પ્રમુખ પી.એમ.નઝાર, નરસિંહભાઈ ચૌધરી, માર્કેટયાર્ડના સેક્રેટરી ભેમજીભાઇ પટેલ , ડો જગદીશભાઈ પટેલ, ડો કલ્પેશભાઈ પટેલ સહિત મોડેલ સ્કૂલ સ્ટાફ સહિત થરાદ શહેર અને તાલુકાની શાળાઓ ઉપસ્થિત રહેલ.
આ પ્રદર્શન બે દિવસ ચાલનાર છે, પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન , કૃતિ ગોઠવણી તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ ,ભોજન અને કૃતિ નિદર્શન હતુ અને બીજા દિવસે કવીઝ કોમ્પીટેશન અને કૃતી નિદર્શન અને ત્યાર બાદ સમાપન થશે. સમગ્ર કાર્યક્રમ ના ભોજન ના દાતા ભારત વિકાસ પરીષદ ના પુર્વપ્રમુખ નરસિંહભાઈ ચૌધરી અને કિશાન મોર્ચા ના મહામંત્રી નટુભાઇ વાણીયા હતા.આ પ્રદર્શનમાં પ્રથમ , દ્વીતીય અને તુતીય નંબર પ્રાપ્ત કરનાર ને પ્રોત્સાહક ઇનામ લાયન્સ ક્લબ ના પ્રમુખ પીરોમલ નઝાર અને મંડપ ના દાતા ડો જગદીશભાઈ પટેલ, ડો કલ્પેશભાઈ પટેલ તેમજ સાઉંડ ના દાતા શિવનગર પ્રાથમિક શાળા તેમજ ચા-પાણી અને નાસ્તા ના દાતા નરસીહનગર પ્રા.શાળા, નારણદેવી પ્રા.શાળા અને વી.એમ.પરીખ પ્રાથમીક શાળા હતી.