ગુજરાત

હવે પાપડ અને ભૂંગળા પર પણ ૧૮ ટકા જીએસટી આપવો પડશે

હવે પાપડ અને લારી પર મળતા શેકેલા ભૂંગળા ખાવાના શોખીનોએ પાપડ અને ભૂંગળા પર લગાવવામાં આવેલો ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. તાજેતરમાં મળેલી ૪૮મી જીએસટી કાઉÂન્સલમાં પાપડ અને ફ્રાંઈમ્સ પર ૧૮ ટકા જીએસટીનું Âક્લયરન્સ આપવામાં આવ્યું છે. ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ હવે પાપડ અને ફ્રાંઈમ્સ ખરીદવા પર પણ ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે.

જેને લઈને ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી અને ગુજરાતના જીએસટી કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે. ગુજરાત વેટ ૨૦૦૭માં એડવાન્સ રૂલિંગ દ્વારા ઝીરો ટકા, ૨૦૧૧માં એડવાન્સ રૂલિંગ દ્વારા ઝીરો ટકા, ૨૦૧૫માં ગુજરાત ટ્યુબિનલ દ્વારા ઝીરો ટકા, ૨૦૧૬માં ગુજરાતની ટ્રીબ્યુનલ દ્વારા પણ જીરો ટકા આ પ્રોડક્ટને ગણવામાં આવ્યું હતું. ૨૦૧૭માં જીએસટી આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૧માં એપીલીએટ ઓથોરિટી દ્વારા જીરો ટકા કરવામાં આવ્યો.
૨૦૧૧માં એડવાન્સ રોલિગ ઓથોરિટી દ્વારા પણ પાપડ પર જીરો ટકા નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ૪૮મી જીએસટી કાઉÂન્સલમાં પાપડ પ્રોડક્ટને ૧૮ ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના સી.એમને રજૂઆત કરી પાપડ પર જીએસટી ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *