સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા વિશ્વ સ્થળાંતરિત દિનની ઉજવણી કરાઈ
વિશ્વ સ્થળાંતરિત દિન નિમિત્તે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના નિયામક ફાધર ઝેવિયર જેમ્સ અને સ્ટાફ દ્વારા ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૬ વિસ્તારમાં પ્રવાસી કામદારો અને છત્રાલ જી.આઈ.ડી.સીમાં વસતા સ્થળાંતરિત મજુર પરીવારો અને તેઓના પ્રતિનિધિ મંડળને સાથે રાખી વિશ્વ સ્થળાંતરિત દિનની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં પ્રવાસી કામદારોને વિશ્વ સ્થળાંતરિત દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કુલ ઈશ્રમ કાર્ડ અને નેશનલ હેલ્થ કાર્ડ બનાવી આપવવામાં આવ્યા હતા. આ દિને સ્થળાંતરિત પરિવારની ગૃહિણીઓ અને ડ્રોપ આઉટ બાળાઓ માટે બ્યુટીપાર્લર તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવેલ છે. આમ વિશ્વ સ્થળાંતરિત દિન નિમિતે પ્રવાસી કામદારોને સાથે રાખી વિશ્વ સ્થળાંતરિત દીનની ઉજવણી કરી હતી.