ક્રિપ્ટો ટ્રેડિંગની પેઢી પર DGCIના દરોડા, ગાંધીનગરમાં અંકિત પારેખની ઓફિસમાં દરોડા
ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સના અમદાવાદ યુનિટના અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરતા અંકિત પારેખની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ક્રિપ્ટો કરન્સીનું કરોડો રૂપિયાનું ટ્રેડિંગ કરતા અંકિત પારેખની ઓફિસમાંથી મોટી માત્રમાં ટ્રેડિંગ અંગેના દસ્તાવેજો જખા કરાયા છે. અધિકારીઓને ક્રિપ્ટો કરન્સીના ઓનલાઈન ટ્રેડિંગના પુરાવા પણ મળ્યા જેના આધારે મોડી રાત્રે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં કેટલાક બેનામી એકાઉન્ટ અને ઓનલાઈન ટ્રેડિંગના હિસાબો મળી આવ્યા છે. સમગ્ર કૌભાંડ માત્ર અમદાવાદ અને ગાંધીનગર નહીં પરંતુ દેશભરમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અધિકારીઓએ હાર્ડ ડિસ્ક, પેનડ્રાઈવ સહિતના ડિજિટલ પુરાવા તપાસ માટે જપ્ત કર્યા છે. ગેરકાયદે ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરનારાની યાદી પણ અધિકારીઓને મળી ગઈ છે. જેની સામે નજીકના દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.