રાષ્ટ્રીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે ફરી જૂના જાગી એવા અધિકારીઓ આવ્યા

ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડાક્ટર હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વરણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની વરણી કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડાક્ટર હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ વરણી કરી છે.
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડા. હસમુખ અઢિયાની વરણી કરવામાં આવી છે. તેઓ ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપીને ૩૦ નવેમ્બર ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા.
તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એÂક્ઝક્યૂટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડા. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇÂન્સ્ટટ્યુટના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઇÂન્ડયન ઇÂન્સ્ટટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.
ડા. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ ગ્રેજ્યૂએટ ડિગ્રી હાંસલ છે. તેઓ ઇÂન્ડયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં ઁ.રઙ્ઘ થયા છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં જીએસટીના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૮માં તેમની નિવૃત્તિ પર અરુણ જેટલી, ભારતના તાત્કાલીન નાણાં મંત્રીએ ફેસબુક પોસ્ટમાં ડા. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી.સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેમણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી છે અને વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.
ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડલ છે. ગુજરાતના ‘હાઇવે અને કેનાલ મેન’ તરીકે પણ રાઠૌર જાણીતા છે. તેઓ ઈÂન્સ્ટટ્યૂટ આૅફ એÂન્જનિયર્સ, ઈÂન્ડયા અને ઈÂન્ડયન રોડ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન આૅફ એÂન્જનિયરિંગ આૅર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે. (જુલાઇ ૨૦૧૯થી) તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-૧નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની વરણી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x