ધો. ૯ અને ૧૧ની નવી ખાનગી શાળાઓ શરૂ કરવા જાન્યુઆરીમાં અરજીઓ મંગાવાઈ
ગુજરાત માં દરેક જીલ્લાઓમાં ધો.૯ અને ૧૧ની બિન અનુદાનિત એટલે કે નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા માટે સંસ્થાઓ, મંડળો પાસેથી અરજી મંગાવવાની પ્રક્રિયાની બોર્ડ દ્વારા જાહેરાત કરી દેવાઈ છે. બોર્ડ દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ ૧લી જાન્યુઆરીથી અરજી પ્રક્રિયા શરૂ થશે. મંડળો-સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે અને આ અરજી ૨૮મી જાન્યુઆરી સુધી કરી શકાશે. અરજી સાથે સંસ્થાઓએ ૨૦ હજાર રૂપિયા ફી ભરવાની રહેશે. આ દરખાસ્ત નોન રીફંડેબલ હોવાથી અરજી ના-મંજૂર થતા પણ આ ફી પરત નહીં મળે. જે શાળાને મંજૂરી મળે તેને બાકીની ૨૦ હજાર રૂપિયા નોંધણી ફી સમય મર્યાદામા જમા કરવાની રહેશે. આ વર્ષે બોર્ડ દ્વારા નવી શાળાઓની મંજૂરીની પ્રક્રિયા વહેલી શરૂ કરી દેવામા આવી છે.