આંતરરાષ્ટ્રીય

વિશ્વભરમાં કોરોના તબાહી મચાવશે: લાખ્ખોના મોત થવાની આશંકા

ચીનમાં કોરોનાની વધતી સ્પિડને જોતા ફરી એક વાર મહામારીનો ડર સતાવી રહ્યો છે. ઝડપથી ફેલાઈ રહેલા વાયરસે સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી છે. ચીન, જાપાન, સાઉથ કોરિયા અને અમેરિકામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. અમેરિકામાં મહામારી વૈજ્ઞાનિકે ભવિષ્યવાણી કરી છે, જે ખૂબ જ ડરામણી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો, ચીન અને દુનિયાના અન્ય દેશોમાંથી ફરીથી કોરોનાની નવી લહેર હચમચાવી નાખશે. એટલું જ નહીં આગામી ત્રણ મહિનામાં કોરોનાની ઝપટમાં આવીને લાખો લોકોના મોત થશે. ભારતમાં પણ કોરોનાને લઈને સરકાર એલર્ટ મોડ પર છે. દરેક જગ્યાએ માસ્કને લઈને ફરીથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોની પણ કોરોના તપાસ થઈ રહી છે. કોરોના ફરીથી તબાહી મચાવશે, તેવી વાત અમેરિકાના પબ્લિક હેલ્થ સાયંટિસ્ટ ડોક્ટર એરિક ફીગલ ડિંગે કરી છે. તેમણે ટ્વિટ કર્યું છેકે, પ્રતિબંધો હટતા જ ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ છે. આગામી ત્રણ મહિનામાં કોરોનાથી દુનિયાની ૧૦ ટકા વસ્તી અને ચીનની ૬૦ટકા વસ્તી સંક્રમિત થશે. એટલું જ નહીં તેમણે પોતાના દાવામાં કહ્યું છે કે, કોરોના આ વખતે લાખો લોકના જીવ લેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x