ગાંધીનગર આંજણા સેવા મંડળનું ૧ જાન્યુ. એ સ્નેહમિલન
શ્રી આંજણા(ચૌધરી) સેવા મંડળ, ગાંધીનગરનો સ્નેહ મિલન સમારંભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૩ને રવિવારના રોજ સવારના ૯.૦૦ કલાકે ધ્રુવ પાર્ટી પ્લોટ, ગીફટ સીટી રોડ, શાહપુર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. તેવું મંડળના પ્રમુખ ભીમજીભાઇ એમ. પટેલ અને મહામંત્રી ભગવાનભાઇ સી. ચૌધરીએ જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સમાજના સ્નેહ મિલન સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ લગઘીરભાઇ ચૌધરી ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાન પદે ભારત સરકારના જળ સંસાધન સમિતિના અધ્યક્ષ અને બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઇ સવાભાઇ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે. સમાજના સ્નેહ મિલન સમારંભમાં અતિથિ વિશેષ પદે અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગરના પ્રમુખ હરિભાઇ વી. ચૌધરી, દૂઘ સાગર ડેરી, મહેસાણાના ચેરમેન અશોકભાઇ બી. ચૌધરી, પ્રમુખ ગ્રુપ, ગાંધીનગર અને વિજાપુર એ.પી.એમ.સી.ના ડિરેકટર કનુભાઇ ડી. ચૌધરી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી અને વક્તા તરીકે વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં સમાજના વર્ષ- ૨૦૧૯ થી ૨૦૨૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ગ-૧ના અધિકારીઓ, ર્ડાકટરો અને ખાસ એવોર્ડ વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. આ સ્નેહ મિલન સમારંભમાં સર્વે સમાજના બંઘુઓને સહભાગી બનવા પણ મંડળના પ્રમુખે ભારપુર્વક જણાવ્યું છે.