અરવલ્લી: મોડાસા પ્રાંત કચેરીનો સિનિયર ક્લાર્ક રૂપિયા ૫૦૦ ની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયો
અરવલ્લી જીલ્લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ક્યાંય પણ લેવડદેવડ કર્યા વગર કામ થતા નથી અરવલ્લી જીલ્લાની પ્રજા ભ્રષ્ટાચારી અમલદારશાહીના કારણે ત્રાહિમામ પોકારી ચૂકી છે.
આજરોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા સેવા સદનમાં લાંચ-રુશ્વત વિરોધી દળના સફળ દરોડામાં પ્રાંત કચેરીનો સિનિયર ક્લાર્ક આબાદ ઝડપાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે
પ્રાંત કચેરીના સિનિયર ક્લાર્ક રોહિતકુમાર લક્ષ્મણભાઈ પુરાણી રૂપિયા ૫૦૦/-ની લાંચ પાક રક્ષણનો પરવાનો રિન્યુ કરવા માટે ફરિયાદી પાસે માંગ કરતાં ફરિયાદીએ લાંચ રુશ્વત વિરોધી વિભાગ અરવલ્લીનો સંપર્ક કરતાં લાંચ-રુશ્વત વિભાગે ફરિયાદી, પંચો વગેરેને રૂબરૂ રાખી આરોપીને લાંચની રકમ સ્વીકારતા એસીબી અરવલ્લીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર એચ પી કરેણે રંગે હાથ ઝડપી લઈ આરોપીને ડીટેઈન કરી લેતાં જીલ્લાના અન્ય કચેરીઓના કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે