ગુજરાત

ઈડરના મોટા કોટડામાં NSSનો પાંચ દિવસીય કેમ્પ યોજાયો, MSW અને BRS કોલેજના વિધાર્થીઓએ ગામમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર્યુ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભેટાલી પાસે આવેલા દિવ્ય ચેતના કોલેજ કેમ્પસના MSW અને BRS કોલેજના વિધાર્થીઓનો પાંચ દિવસનો NSS કેમ્પ મોટા કોટડા ગામે યોજાયો હતો. જેમાં વિધાર્થીઓએ અવનવા લોક જાગૃતિના કાર્યક્રમો રજૂ કર્યા હતા.

ઈડરના મોટા કોટડા ગામે ભેટાલી પાસેની દિવ્યચેતના કોલેજ કેમ્પસમાં MSW અને BRS કોલેજના 40 વિધાર્થીઓ, જેમાં 13 વિધાર્થીઓ અને 27 વિધાર્થીનીઓએ યોજાયેલા પાંચ દિવસના NSS કેમ્પમાં ભાગ લીધો હતો. તો 28 ડીસેમ્બર 2022 થી 1 જાન્યુઆરી 2023 દરમિયાન NSS ના સ્વયંસેવકોએ રોજ સવારે પ્રભાત ફેરી, ગામમાં સફાઈ કામ કરવું, અલગ-અલગ વિષયો પર ચિંતન કરવા સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ત્રીજા અને ચોથા દિવસ રાત્રી દરમિયાન સ્વયંસેવકો દ્વારા ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં લાડલી દીકરી, માં એ મમતાની સાગર, નશો નોતરે નાશ, સાંબેલા માતા સહિતના લોક જાગૃતિના નાટકો રજુ કર્યા હતા.

આમ NSS કેમ્પમાં પાંચ દિવસ દરમિયાન સ્વયંસેવકોએ દિવસે અને રાત્રે અલગ અલગ લોક જાગૃતિના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ અંગે MSW કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મયંક પટેલે જણાવ્યું હતું કે, MSW અને BRS કોલેજના વિધાર્થીઓ NSS ના કેમ્પમાં સ્વયંસેવકો બન્યા હતા અને પાંચ દિવસ દરમિયાન વ્યસન મુક્તિ પર અને અધશ્રદ્ધા પર નાટકો રજૂ કરી જાગૃતિ ફેલાવી હતી. તો 1 લી જાન્યુઆરી 2023 ના નવા વર્ષે પાંચ દિવસના કેમ્પની ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પુર્ણાહુતી થઇ હતી. આમ કેમ્પથી વિધાર્થીઓમાં વિવિધ પ્રવૃતિઓ થકી કેળવણીનો સંચાર થાય તો બીજી તરફ ગ્રામજનોમાં સફાઈ સહિતની જાગૃતિ આવે તે હેતુ કેમ્પમાં જોવા મળ્યો હતો. જેને લઈને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *