રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સાણોદા માં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલના રાષ્ટ્રીય સેવા યોજના એકમની વાર્ષિક શિબિર દહેગામ તાલુકાના સાણોદા ગામ મુકામે ૧ જાન્યુઆરી, ૨૦૨૩ થી ૭ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી યોજાયેલી છે. આ શિબિર અન્વયે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કોલવડા, આરોગ્ય કેન્દ્ર મ. દે. સાદરાના સહયોગથી ગ્રામજનો માટે નિ:શુલ્ક એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું, સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ દરમ્યાન આયોજન સહાયક આ કેમ્પના ૦૮ નિષ્ણાંત ડોક્ટર જુદા જુદા વય જૂથના 300 જેટલા દર્દીઓ અને સ્ટાફએ રોગ નિદાન તથા ઔષધીનો લાભ લીધો હતો. ગ્રામજનોએ મધુપ્રહમેય, વાત, અસ્થમા પિમકફ સ્ત્રી રોગ, ચર્મ રોગ ઘૂંટણ, સ્નાયુ ખેચવો, આંખો જેવા દર્દીઓએ ડોકટરોનું માર્ગદર્શન પ્રાપ્ત કરી દવાઓ મેળવી હતી.આ દરમિયાન ગ્રામ લોકોમાં આયુર્વેદિક રોગપ્રતિકાર શક્તિ વર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર શિબિરના આયોજનમાં ગૂજરાત વિદ્યાપીઠના તબિબી અધિકારી ડૉ. નયનેશ વસાવા સાહેબ, શિબિર સંચાલક શ્રી. બળદેવભાઈ મોરી, પ્રોગ્રામ ઓફિસર ડૉ. મોતીભાઈ દેવું તથા ડૉ. દિવ્યેશ ભટ્ટ તેમજ શ્રી. વિશાલ માંગરોલીયા, શ્રી. જયેશભાઈ રાવલ, શ્રી. વસંતીબેન પરમાર સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્વયં સેવકોએ ગામમાં પ્રચાર પ્રસારની દરેક કાર્યવાહી કરી હતી.