ગુજરાત

ધનસુરા આકાર શિશુવિહાર ખાતે રમતોત્સવ અને સ્વેટર વિતરણ નો કાર્યક્રમ યોજાયો

દિવાળીબેન શાહ આકાર શિશુવિહાર ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ.એસ. પટેલ ના અધ્યક્ષ સ્થાને તથા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ના પ્રિન્સિપાલ ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ મહેતા તથા અન્ય હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં રમતોત્સવ અને સ્વેટર વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં સમૂહ પ્રાર્થના બાદ જે.એસ.મહેતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રકાશભાઈ દેસાઈએ સૌને શબ્દો વડે આવકાર્યા હતા ત્યારબાદ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધનસુરા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અને ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી રાજુભાઈ મહેતાએ પ્રિન્સિપાલ ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ નું વિશેષ સન્માન કર્યું હતું.ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ તરફથી આકાર શિશુવિહાર માં ધોરણ-૧ માં અભ્યાસ કરતા તમામ ૬૦ બાળકોને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા.કેળવણી મંડળના સહ મંત્રીશ્રી હસમુખભાઈ પટેલે પ્રાસંગીક ઉદબોધનમાં સંસ્થાની વર્તમાન પ્રવૃત્તિઓ અને ભાવિ યોજનાઓનો ચિતાર આપ્યો હતો.મુખ્ય મહેમાન અને દાતા પ્રિ.ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ એ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું અને કે જી અને નર્સરી ના બાળકોને વધુ સહાય કરવાની ખાતરી આપી હતી સમારંભના અધ્યક્ષ કાંતિભાઈ પટેલે વાલીઓને શૈક્ષણિક યજ્ઞના કાર્યમાં સહયોગ આપવા જણાવ્યું હતું. કેળવણી મંડળના હાજર હોદ્દેદારો એ માતબર રકમ નું દાન આ રમતોત્સવ માં અર્પણ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમના સંચાલનની સાથે છેલ્લે સૌ પ્રત્યે આભારની લાગણી આકાર શિશુવિહારના આચાર્યા રશ્મિકાબેન દેસાઈ એ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ માં ધીરૂભાઇ પટેલ સહિત મંડળ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x