ગાંધીનગરમાં ફરજ ભજાવતા એસઆરપી જવાનને ડબલ મર્ડર કેસમાં આજીવન કેસની સજા
ગાંધીનગર જિલ્લમાં થયેલી ચકચારી હત્યામાં એસઆરપી જાવાનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે. ગાંધીનગર મોડાસા કોર્ટે ડબલ મર્ડર કેસમાં એસઆરપી જાવાનને આ સજા સંભળાવી છે. એસઆરપી જવાને પોતાની પત્ની અને માસુ દિકરીના ૨૧ ટુકડા કરીને ભીલોડામાં ફેકી દિધા હતા. આ ટુકડા પ્લાÂસ્ટકની બેગમાં ભરીને વતન ભીલોડાના શંકરપુરા ગામની સીમાં આવેલ એક ખેતરમાં આરોપીએ નાખી દિધા હતા. આ ઘટના ૧૦ વર્ષ પહેલા બની હતી.આ કેસની સૂનવણી મોડાસા કોર્ટમાં ચાલતી હતી.
કોર્ટમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ર્ઝ્રંેંઇ્ ૨૦૧૩ માં ભીલોડાના વતની અને ગંધીગરમાં એસઆરપી જવાન તરીકે નોકરી કરતા અરવિદ મસ્તાજી ડામોર આરોપીએ પોતાની પત્ની અને બાળકી હોવા છતા બીજા પ્રેમ લગ્ન કરી લીધા હતા. પહેલી પત્નીથી છુટકારો મેળવવા માટે બેરહેમથી પત્ની અને પોતાની ૫ વર્ષની દિકરીની ઠંડે કલેજે હતયા કરી નાખી હતી. તેના ૨૧ ટુકડા કરી નાખીને ભીલોડાની સીમાં એક ખેતરના કુવામાં નાખી દિધા હતા.