ગુજરાત

પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા માટે ગુજરાતમાં થઈ ૬૭ વિદ્યાર્થીઓની પસંદગી

પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરતા હોય છે. આ વર્ષે પણ ૨૭ જાન્યુઆરીના રોજ પરીક્ષા પે ચર્ચા માં વિદ્યાર્થી સાથે સંવાદ કરશે. દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતના ૬૭ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દિલહીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે દેશના વિવિધ રાજ્યોમાથી કુલ ૧૨૦૦ વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહેશે. જેમા ગુજરાતમાથી ૬૭ વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહેશે.

દેશના તમામ રાજ્યોમા ધોરણ ૬ થી ૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જવંત પ્રસારણ જાઇ શકે તેના માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામા આવશે. શિક્ષણ વિભાગ દ્વારા સૂચના જારી કરવામા આવી છે કે, આ કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેનાર વિદ્યાર્થીઓના ફોટગ્રાફ્સ પણ વેબસાઇટ પર અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સાથે જે શાળાઓમાં ટેલિવઝનની વ્યવસ્થા ના હોય તેમા વૈકÂલ્પક વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમા ઇન્ટરનેટાના માધ્યથી કોમ્પ્યુટર, લેપટોપ, મોભાઇલનો ઉપયોથી પણ કાર્યક્રમ નિહાળી શકાશે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જ અનુસાર ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ૩૦ ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન સર્જનાત્મક લેખન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાથી પસંદગી પામનાર વિદ્યાર્થીઓને દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેવા જઇ શકશે.
આભાર – નિહારીકા રવિયા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x