રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે સમગ્ર દેશમાં માર્ગ સલામતી સપ્તાહનું અવલોકન કરવાનું શરૂ કર્યું છે. આ ફેસ્ટિવલ દરમિયાન દેશભરમાં માર્ગ અકસ્માતના કારણો, તેને રોકવાના ઉપાયો સહિત વિવિધ જાગૃતિ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. શેરી નાટકો અને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ કેળવવામાં આવશે અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવામાં આવશે.
રાજ્યમાં આજથી માર્ગ સલામતી સપ્તાહનું આયોજન પણ શરૂ થયું છે. બોટાદ જિલ્લાના આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે બોટાદ કલેકટર બી.એ. શાહ, બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ. બલૌલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.