મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બે વ્યાખ્યાનો યોજાયા
.આજે વિશ્વ યુવા દિન નિમિત્તે મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરામા ડૉ.દિવ્યેશ ભટ્ટ અને પ્રા.બળદેવ મોરીએ રસપ્રદ વ્યાખ્યાનો આપ્યાં, સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બૉઝના સંબંધો વિશે ડૉ, દિવ્યેશભાઈએ જણાવ્યું કે વિવેકાનંદ એક એવી વ્યક્તિ છે કે જેણે પોતાના સમકાલીન અને અનુગામી અનેક વ્યક્તિઓ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો હતો, સુભાષચંદ્ર બૉઝ પોતાના જીવનમાં વિવેકાનંદને સૌથી વધુ આદર્શ અને પ્રભાવી વ્યક્તિ તરીકે માને છે, વિવેકાનંદનું જીવન તેમના પિતાશ્રી, માતૃશ્રી તેમજ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના દિવ્ય પ્રભાવ વિશે પણ રસપ્રદ વાતો કરી હતી, સુભાષચંદ્રના રાજનિતિક જીવનમાં પણ વિવેકાનંદના પ્રભાવી વિચારોની ઊંડી છાપ પડી હતી તો તેમને તેમના જીવનની ઘણીબધી વ્યસ્તતા, પ્રવાસો, વ્યાખ્યાનો, બેલૂર મઠ, તેમનું જીવન ચિંતન આદિ બાબતો વિશે પણ જણાવ્યું, તો પ્રા.બળદેવ મોરીએ “વિવેકાનંદ અને ગુજરાત ” એ વિષય ઉપર જણાવ્યું કે વિવેકાનંદના જીવનમાં ગુજરાતનો ખૂબ મોટો અને પ્રભાવશાળી ફાળો હતો, ગુજરાતે વિવેકાનંદના જીવનમાં ત્રણ બાબતો વિશે મહત્વનો પ્રભાવ પાડ્યો છે, એક લીંબડીનો રાતવાસો જ્યાં અવાવરૂ ધર્મશાળા વિવેકાનંદ ઉપર તાંત્રિક પ્રયોગો અને બલિની તૈયારી જેવી ઘટના બીજી જેતલસરનું રેલવે સ્ટેશન જ્યાં તત્કાલીન સ્ટેશન માસ્તર પી.પી પંડ્યા દ્વારા તેમને મળેલી શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ અંગેની માહિતી અને ત્રીજી સોમનાથ મંદિરના ભગ્નાવશેષો ઉપર તેમને થયેલી દિવ્ય અનુભૂતિ છે પછીથી તેમને કન્યાકુમારીના વિવેકાનંદ રૉક ઉપર પણ થયેલી તે વિશે વિગતે જણાવ્યું અને તેમના અને ગાંધીજીના જીવનની સમાન ઘટના છે ભારતદર્શનની જે તેમને જીવનમાં ખૂબ કામ આવે છે ગાંધીને ગોખલેએ કહ્યું અને ભારતની કારમી ગરીબી, અંધશ્રદ્ધા,ગુલામી વિશે જાણ્યું અને વિવેકાનંદને ભારતના ભ્રમણ દરમિયાન આધ્યાત્મિક અવનતિ આને નવસંસ્કરણ વિશે માહિતી મળી તે જણાવ્યું અંતે ડૉ.ગાયત્રીદત્ત મહેતાએ આભારવિધી કરી,ડૉ.પ્રોગ્રામ ઑફિસર ડૉ.મોતીભાઈ દેવું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું તો સંયોજક ડૉ.પ્રો.રાજેન્દ્ર જોશીએ માર્ગદર્શન આપ્યું અંતે કાર્યક્રમ પૂર્ણ થયો…..