ગુજરાત

યુગ પુરુષ સ્વામી વિવેકાનંદનો ૧૬૦મા જન્મ દિવસે તેમના વિશે થોડું જાણીએ.*

આજે ગુરૂવાર બારમી જાન્યુઆરી-૨૦૨૩ના યુવાનોના આદર્શ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ નો ૧૬૦મા જન્મ દિવસે તેમના વિશે થોડું જાણીએ.સ્વામી વિવેકાનંદનો જન્મ ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યાએ સોમવાર તા.૧૨મી જાન્યુ આરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં હાઈકોર્ટમાં એટર્ની વિશ્વનાથદત્તના ગૃહે માતા ભુવનેશ્વરી દેવીની કુખે થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથદત્તની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતો માં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વ રી દેવી પવિત્ર સ્ત્રી હતાં તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર મહાદેવ શિવની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે. તેમના માતાપિતાએ સ્વામીની વિચાર સરણી પર અસર પાડી -પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતા એ તેમના ધાર્મિક સ્વભાવ થી.તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧ માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયો માં વિદ્વતા ધરાવતા હતાતેમણે વેદ , ઉપનિષદો, ભગવદ્દ ગીતા,રામાયણ, મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીત માં,ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત,રમતગમત અને અન્ય સંગઠન લક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા તે આ મુજબ હતું,” તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો. તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો.” જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં.

નરેન્દ્રનાથે સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતક ની પરિક્ષા પાસ કરી હતી.તેમના પ્રોફેસરોના કહેવા મુજબ વિદ્યાર્થી તરીકે નરેન્દ્રનાથ મેઘાવી હતા.તેઓ સને ૧૮૮૧-૮૪ દરમિયાન સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા. તેના આચાર્ય ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે “નરેન્દ્ર ખરેખર એક પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી હતા.હું દુનિયા ફર્યો છુ પરંતુ જર્મન યુનિવર્સિટીઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થી ઓમાં પણ મને તેના જેવો પ્રતિભા સંપન્ન અને સંભાવના વાળો યુવક જોવા મળ્યો નથી”તેમને શ્રુતિધર કહેવામાં આવતા, એક એવી વ્યક્તિ જેની યાદશક્તિ વિલક્ષણ હોય,જાણવા મળ્યા મુજબ નરેન્દ્ર નાથ સાથે ચર્ચા થયા બાદ ડૉ. મહેન્દ્ર લાલ સરકારે કહ્યુ હતું કે , “આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં કદી વિચાર્યુ પણ નહોતું!”બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા,ઇશ્વરાનુ ભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવા માં રુચિ દર્શાવી હતી.તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વ ની સામાજિક- ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું.બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાન માં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક- આર્થિક સુધારાને સમર્પિત હતો.તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્રસેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી,પરંતુ તેમને સંતોષ કારક જવાબો નહોતા મળ્યા.કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુ અલ કેંટ, જોહાન ગોટ્ટ્ લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપન હોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. નરેન્દ્ર હર્બર્ટ સ્પેંસરના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત થયા હતા તથા સ્પેંસરના શિક્ષણ પર ના પુસ્તક નો પોતાના પ્રકાશક ગુરુદાસ ચટ્ટોપા ધ્યાય માટે બંગાળીમાં અનુવાદ પણ કર્યો હતો. નરેન્દ્રએ થોડો સમય માટે સ્પેંસર સાથે પત્ર વ્યવહાર પણ કર્યો હતો. તેમના પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસની સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પવિત્ર ધર્મગ્રંથોથી અને બંગાળી રચનાઓથી પણ સુપેરે પરિચિત હતા.સાહિત્યના એક વર્ગમાં તેમણે આચાર્ય હેસ્ટીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ધ એક્સકર્ઝન અને તેનાપ્રકૃતિ -ગુઢવાદ પર પ્રવચન કરતા સાંભળ્યા હતા ત્યારે રામકૃષ્ણ સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. કવિતામાં આવતા સમાધી શબ્દને સમજાવતી વખતે હેસ્ટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દનો સાચો અર્થ સમજવા માંગતા હોય તો તેમણે દક્ષિણેશ્વરના રામકૃષ્ણને મળવું જોઇએ. આનાથી નરેન્દ્રનાથ સહિતના અમુક વિદ્યાર્થીઓ રામકૃષ્ણને મળવા પ્રેરાયા.
નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી.
અને છેલ્લે મને તેમના ભાષણો લેખોમાંથી ગમેલ બે ટુકી વાત
મહાકાય સ્ટીમર અને શક્તિશાળી રેલવેનું એન્જિન: એમાંથી કોઈમાં બુદ્ધિ નથી. તેઓ ચાલે છે, ફરે છે, દોડે છે, પણ તેઓ બુદ્ધિ વિનાનાં છે. અને પેલો નાનો કીડો કે જે પોતાનો પ્રાણ બચાવવા રેલવેના પાટાની એક બાજુએ ખસી જાય છે, તે શા માટે બુદ્ધિશાળી છે? યંત્રમાં ઇચ્છાશક્તિની અભિવ્યક્તિ નથી; યંત્ર કદી કાનૂનનું ઉલ્લંઘન કરવા ઇચ્છતું નથી. કીડો નિયમનો સામનો કરવા ઇચ્છે છે; સફળ થાય કે ન થાય, છતાં પણ નિયમનો સામનો કરે છે માટે તે બુદ્ધિ શાળી છે. આ ઇચ્છાશક્તિ જેટલા પ્રમાણમાં વધુ સફળ રીતે અભિ વ્યક્ત થતી હોય તેટલા પ્રમાણમાં સુખ વધારે, તેટલા પ્રમાણમાં જીવ ઉચ્ચ કોટિનો. ઈશ્વરની ઇચ્છા સંપૂર્ણ પણે સફળ થાય છે માટે ઈશ્વર સર્વોચ્ચ છે.
કેળવણી શું છે? શું તે ગ્રંથોનો અભ્યાસ છે? ના. શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન છે? તે પણ નથી. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી. હવે વિચાર કરો કે જેને પરિણામે ઇચ્છાશક્તિને પેઢીઓ સુધી સતત રીતે પરાણે રૂંધી રાખવાથી તે મોટે ભાગે નાશ પામી ગઈ છે, તે શું કેળવણી કહેવાય ? નવા વિચારોનું તો નામ મૂકો,પણ પુરાણા વિચારો પણ એક પછી એક લુપ્ત થતા જાય છે, એ કોના દબાણ નીચે?શું એ કેળવણી છે, કે જે મનુષ્ય ને ધીરે ધીરે યંત્ર જેવો બનાવે છે?મારા મત પ્રમાણે તો સ્વયં સંચાલિત યંત્ર જેવા બની જઈને સારા કહેવડાવવા કરતાં પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને બુદ્ધિથી દોરાઈને અવળે માર્ગે જવું વધુ સારું છે. માટીના લોદા જેવા, કે નિષ્પ્રાણ સંચા સમા, કે એકઠા કરેલા પથ્થરના ઢગલા જેવા માનવસમૂહનો બનેનો સમાજ, એ તે વળી કંઈ સમાજ કહેવાય? આવા સમાજનું શી રીતે ભલું થાય? જો ભલું થવું શક્ય હોય તો સેંકડો વર્ષ સુધી ગુલામ બનવાને બદલે આપણે પૃથ્વી ઉપર મહાનમાં મહાન પ્રજા બની શકયા હોત, અને ભારતવર્ષની આ ધરતી મૂર્ખતાની ખાણ બનવાને બદલે વિદ્યાઓનું સનાતન ઝરણું બની હોત.યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની ૧૬૦મી જન્મ જયંતીએ લાખ લાખ વંદન..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x