ગાંધીનગરમાં ધ્યાન કોમર્સ ટ્યુશનમાં ભણતી મિતાલી પ્રજાપતિ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ મળ્યા
ગાંધીનગરમાં સેકટર – ૨૨ ખાતે ચાલી રહેલા અને શહેરમાં કોમર્સ ક્ષેત્રે આગવી નામના ધરાવતા ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશનમાં T.Y.B.Com (Sem-6)ની વિદ્યાર્થિની મિતાલી પ્રજાપતિને ગુજરાત યુનિવર્સિટીમાં T.Y.B.Com (sem-6)માં (435/490) 89% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં સ્ટેટેસ્ટીકમાં 70/70 તથા મેનેજમેન્ટ એકાઉન્ટમાં 70/70 તથા ઓડીટિંગમાં 64/70 ગુણ પ્રાપ્ત કરીને ગાંધીનગરની સરકારી વાણિજ્ય કોલેજમાં તથા ગાંધીનગરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો તથા T.Y.B.Com (sem-5 )માં પણ ગુજરાત યુનિવર્સિટીમાં બારમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
T.Y.B.Comના આ સમગ્ર પરિણામ માટે તેને ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે. જે બદલ ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશનનાં સંચાલકો દર્શન ભાવસાર અને ધ્યાન ભાવસાર એ વિધાર્થિનીને અભિનંદન પાઠવ્યા હતા.