ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા દ્વારા શરૂ થયેલ અભિયાનમાં મિલાપ ટાટારિઆ જોડાયા
ઉત્તરાયણ પર્વ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો કે… ઉત્તરાયણ પછી ધાબા પર, રોડ-રસ્તાઓ પર પડી રહેલ દોરીના ગૂંચળા કોર્પોરેશનમાં જમા કરાવશે તો એમને પ્રતિ કિલોના ૨૦૦ રૂ. ચૂકવવામાં આવશે તો આ અભિયાનમાં ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાના સેક્રેટરી મિલાપ ટાટારિઆ પણ નિ:સ્વાર્થ ભાવે જોડાયા હતા અને ૪ કિલોથી પણ વધુ દોરીના ગૂંચળા ભેગા કરીને કોર્પોરેશનમાં જમા કરાવ્યા હતા સાથે કોર્પોરેશનનું કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હશે તો સેવા હર હંમેશ આપીશ અને કોઈ પણ સેવાકાર્ય નાનું નથી હોતું, આપણને જે પણ માધ્યમ ઠીક લાગે તેના દ્વારા કરતા રહેવું જોઈએ તેમ મિલાપ ટાટારિઆ દ્વારા જણાવવામાં આવ્યું હતું.