બોટાદમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ ડોમ સહિતની કામગીરી શરૂ
26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવા બોટાદ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. આ પ્રસંગે બોટાદ જિલ્લો તેની ગૌરવવંતી ઓળખ રાજ્ય અને દેશ સમક્ષ રજૂ કરશે.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બોટાદના ત્રિકોણી ખોડિયાર મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે બોટાદમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રિકોણાકાર ખોડિયાર મેદાન પર યોજાનાર આ મહોત્સવ માટે વિશાળ ડોમનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરીના રોજ રાજ્યભરના કુશળ કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત ત્રિકોણી ખોડિયાર મેદાન ખાતે વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જમીન પર વિશાળ ડોમ તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યભરના પ્રતિભાશાળી કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરશે. અવિરત વિકાસ માણી રહેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રચાયેલી વિવિધ સમિતિઓ એક્શન મોડમાં કામ કરી રહી છે.