ઇડર ખાતે સાબરકાંઠા જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામા મની લેંડરિંગ એકટ ૨૦૧૧ અંતર્ગત લોક દરબાર યોજાયો
રાજ્યભરમા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર કરી વ્યાજવટાવનો ધંધો કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે જેમા સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના જુદાજુદા તાલુકા મથકો પર જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામા સ્થાનિક પોલીસ દ્વારા લોક દરબાર યોજી સરકારે નિયત કરેલ વ્યાજદર કરતા વધુ વ્યાજ દર વસુલ કરી ઉંચા દરે નાણાં ધીરધાર કરી હેરાન પરેશાન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભોગ બનનાર લોકોમા જાગૃતિ આવે તેમજ નાના મોટા વેપારીઓ , લારી ગલ્લા તેમજ શાકભાજીનો વ્યવસાય કરતા લોકો શ્રમજીવીઓ ખોટા વ્યાજના ચક્કર ફસાઈ અઘટિત પગલું ન ભરે એ માટે ઇડર પોલીસ દ્વારા સર પ્રતાપ હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલ ખાતે જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની અધ્યક્ષતામા મની લેંડરિંગ એકટ ૨૦૧૧ અંતર્ગત લોક દરબાર યોજાયો જેમા ઇડર નાયબ પોલીસ અધિક્ષક સ્મિત વાઘેલા , જીલ્લા સેવા સત્તા મંડળના જજ ગઢવી , ઇડર પી.આઈ. પી. એમ. ચૌધરી સહિતના અધિકારીઓએ મની લેંડરિંગ એકટ ૨૦૧૧ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જો કોઈ ભોગ બનનાર વ્યક્તિ આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તો પોલીસ દ્વારા સો ટકા કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યુ હતુ