ગુજરાતમાં માનવી ને 108 એમ્બ્યુલન્સ સેવા ની જેમ મૂંગા પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા
ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર ફક્ત માણસો માટે જ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા નહીં પરંતુ પશુઓ માટે પણ 108 ની જેમ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતી ગુજરાત સરકારની Emergency Management & Research Institute GREEN HEALTH SERVICES સંસ્થાને માધ્યમથી 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 (રખડતા પશુ પક્ષીઓની માટે) તથા 10 ગામ દીઠ ફરતું દવાખાના 1962 ( પાલતુ પશુઓ માટે) ગુજરાત રાજ્યમાં કાર્યરત છે.
હાલમાં અરવલ્લી જિલ્લામાં કુલ ૧૬ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે 10 ગામ દીઠ ફરતું પસંદ દવાખાના પેટે 196 ગામને સેવા આપે છે. અને એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે રખડતા પશુ અને પક્ષીઓના જીવ બચાવવા માટે મોડાસા તાલુકાએથી સેવા પૂરી પાડે છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અત્યારે સુધીમાં 7930 જેટલા રખડતા પશુ અને પક્ષીઓની સારવાર કરી જીવ બચાવ્યા છે. સાથે સાથે 180472 જેટલા ખેડૂતોના પાળેલા પશુધનની દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા સારવાર સેવા પૂરી પાડી જીવ બચવ્યામાં આવ્યા છે. આ સાથે સાથે વિશ્વ હડકવા દિવસ ની જાગૃત લાવવા થતા કરુણા અભિયાનને વેગ આપવા માટે અરવલ્લીના ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્ટાફ વેટનારી ઓફિસર તથા પાયલોટો સારી મદદ કરી છે.