અરવલ્લી જિલ્લામાં ખેતીમાં નવતર પ્રયોગ કરી સફળ થતા ખેડૂત
માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે
અરવલ્લી
દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવતા ખેડૂતો
સરકાર દ્વારા પણ ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલમાં
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભગવતીપુરા કંપાના ખેડૂત નીતિનભાઈએ દસ હજાર જેટલા તડબૂચના છોડ વાવી બાગાયતી ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગ અને નવતર પ્રયોગ કરીને સફળ ખેડૂતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તરબૂચ જેવી બાગાયતી ખેતીના ફાયદા વિષે વાત કરતા નીતિન ભાઈએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, તરબુચની ખેતી વધીને 70 દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે.આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળા તરબૂચનું વાવેતર કર્યું.નીતિનભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે.