વાવના ધરાધરા ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન.. ગામ લોકોને વ્યસન મુકત બનવા તાલુકા વિકાસ અધિકારી ની અપીલ…
વાવ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે જય ગૌસ્વામી નો જ્યારથી ઓર્ડર થયો છે ત્યારથી સતત લોક સંપર્કમાં રહીને લોકોને પડતી હાલાકી બાબતે વહેલી તકે જરૂરિયાત મંદ લોકોને સરકારી યોજના નો લાભ મળે અને લોકો વ્યસન મુક્ત બને સાચા લોકો સરકારી યોજનાથી માહિતગાર થાય અને યોજનાનો લાભ મળે તેના માટે છેલ્લા પાંચ માસથી વિવિધ ગામડાઓમાં જઈને રાત્રે ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે જેમાં ગત રોજ ધરાધરા ગામે ગ્રામસભાનું આયોજન કરાતા તાલુકા વિકાસ અધિકારીએ ગામ લોકોને વ્યસન થી દૂર રહેવા અપીલ કરી…બનાસકાંઠાના છેવાડાના સરહદે આવેલ વાવ તાલુકાના ગામડાઓમાં આજે પણ લોકો મોટાભાગે પુરુષો અને મહિલાઓ અભણ હોવાના કારણે કેટલીક સરકારી યોજનાઓ વિશે પૂરતા માહિતગાર હોતા નથી અને તેથી સરકારી યોજના અભણ લોકો સુધી પહોંચતી નથી જે લોકોને જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર હોય તે મળતો નહીં હોતો ત્યારે છેલ્લા છ માસથી વાવ તાલુકા વિકાસ અધિકારી તરીકે જય ગૌસ્વામી નો કાયમી તરીકે ઓર્ડર થતાં યુવાન ઉત્સાહી અધિકારી દ્વારા સતત ગામડાઓમાં લોક સંપર્ક કરીને સરકારશ્રીની યોજના બાબતે ગામડાઓમાં જઈને કડકડતી ઠંડીમાં પણ રાત્રે ગ્રામસભાનું આયોજન કરી રહ્યા છે અને દરેક ગામડામાં જઈને લોકોના પ્રશ્નો સાંભળી કઈ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબતે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ગત રોજ વાવ તાલુકાના ધરાધરા ગામે રામાપીરના મંદિર ખાતે ગ્રામ પંચાયત આયોજિત રાત્રી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી જય ગૌસ્વામી ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી જય ગૌસ્વામી એ ગ્રામ લોકોને વિવિધ સરકારી યોજના બાબતે ખાસ વૃદ્ધ સહાય યોજના આયુષ્માન કાર્ડ વિશે વિધવા પેન્શન બાબતે સરકારી આવાસ યોજના નો કઈ રીતે લાભાર્થીઓને લાભ મેળવી શકે બાબતે ગ્રામ લોકોને વિસ્તુત માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે વધુમાં ગામ લોકોને ભાર મુકત જણાવ્યું હતું કે ગામ લોકો ખાસ વ્યસનથી દૂર રહીને વ્યસન મુક્ત બને તંદુરસ્ત બને નાની નાની ઉંમરમાં ગુટખા બીડી દારૂ જેવા વ્યસનથી લોકો ના મોત થતાં હોય છે અને તેના લીધે પરિવાર માથે મોટુ સંકટ આવતું હોય છે તેથી લોકોએ વ્યસન મુક્ત બનવું જરૂરી છે…