ગુજરાત

રાખી સાવંતની વધી મુશ્કેલીઓ, મુંબઇ પોલીસે એક્ટ્રેસની ધરપકડ કરી

ડ્રામા ક્વીન રાખી સાવંત વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે અંબોલી પોલીસે તેની ધરપકડ કરી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ Âટ્‌વટર પર આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાખી સાવંત આજે બપોરે ૩ વાગ્યે તેના પતિ આદિલ સાથે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી, તે પહેલા પોલીસે શર્લિન ચોપરા કેસમાં તેની ધરપકડ કરી છે.

શર્લિન ચોપરાએ Âટ્‌વટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે એફઆઇઆર ૮૮૩/૨૦૨૨ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના છમ્છ ૧૮૭૦/૨૦૨૨ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે નવેમ્બર ૨૦૨૨માં શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અશ્લીલ વીડિયો બતાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ્‌સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે.
આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના એબીએને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે ૧૯ જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. હકીકતમાં, રાખી અને શર્લિન ચોપરા વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. શર્લિને સાજિદ પર થયેલા સેક્સુઅલ હેરેસમેન્ટ મુદ્દે જારદાર નિવેદનબાજી કરી હતી. આ પછી રાખીએ સાજિદની સાઇડ લીધી હતી. આ કેસમાં બંનેએ એકબીજા વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. શર્લિને રાખી અને એડવોકેટ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *