જેકલીનને અને નોરા ફતેહીએ સુકેશ અને તેની સક્રિય સહયોગી પિંકી ઈરાની પર ગંભીર આરોપો લગાવ્યાસુકેશે મારી લાગણીઓ સાથે રમત રમી છે અને મારું જીવન બરબાદ કર્યું છે. ઃજેકલીન
સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાÂન્ડસ અને નોરા ફતેહીના નિવેદનો સામે આવ્યા છે. બંને અભિનેત્રીઓએ સુકેશ અને તેની સક્રિય સહયોગી પિંકી ઈરાની પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુકેશ પિંકી દ્વારા અભિનેત્રીઓને ફસાવે છે અને તેમના માટે જાળ બિછાવે છે. જેકલીને પોતાના નિવેદનમાં કહ્યું, “સુકેશે મારી લાગણીઓ સાથે રમત રમી છે અને મારું જીવન બરબાદ કર્યું છે. તેણે મને ગેરમાર્ગે દોરી છે. તેણે મારી કારકિર્દી બરબાદ કરી દીધી છે.” સુકેશનો પરિચય જેકલીન સાથે સરકારી કર્મચારી તરીકે થયો હતો. જા કે, તે સમયે અભિનેત્રીને થોડી શંકા હતી, પરંતુ પછીથી તેના મેક-અપ કલાકારે સુકેશ વિશે માહિતી આપી અને પુષ્ટિ કરી કે તે યોગ્ય વ્યÂક્ત છે. જેકલીનને ગૃહ મંત્રાલય તરફથી પણ ઘણા ફોન આવ્યા હતા.
પિંકી ઈરાનીએ જેકલીનના મેક-અપ આર્ટિસ્ટ શાન મુથાથિલને મનાવી લીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે સુકેશ ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો છે અને સરકાર માટે કામ કરે છે. આ સિવાય તે સન ટીવીના માલિક છે અને જયલલિતાના પરિવારના છે. સુકેશ જેકલીનનો મોટો ફેન છે. તે દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કરવા માંગે છે. સન ટીવીના માલિક હોવાના કારણે તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે જેમાં તે જેકલીનને જાવા માંગે છે.
“સુકેશ મારી સાથે કોલ અને વીડિયો કોલ દ્વારા જાડાયેલ રહેતો હતો. અમે દિવસમાં ૨-૩ વખત વાત કરતા હતા. સુકેશ સવારે શૂટિંગ કરતા પહેલા વીડિયો કાલ કરતો હતો. તે દિવસમાં એકવાર કરતો હતો. તે પછી એ ઘણીવાર રાત્રે સૂતા પહેલા કરતો હતો. વિડીયો કોલમાં તે મને જેલમાંથી ફોન કરી રહ્યો હતો તે ખબર ન હતી. જ્યારે પણ સુકેશ કોલ કરતો હતો ત્યારે બેકગ્રાઉન્ડમાં પડદા ખેંચાતા હતા અને સોફા દેખાતો હતો.”
“જ્યારે સુકેશે મારી સાથે કામ વિશે વાત કરી, ત્યારે તેણે કહ્યું કે દિલ્હીના એક લેખકે વાર્તા લખી છે. સુકેશ મને કહેતો હતો કે તે તેના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરે છે. જ્યારે હું કેરળ ગઈ ત્યારે તેણે મને તેનું પ્રાઇવેટ જેટ આપ્યું. કેરળમાં મારા માટે હેલિકોપ્ટર રાઈડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હું સુકેશને માત્ર બે વાર મળી હતી. તે પણ ચેન્નાઈમાં. બંને વખત મેં તેના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી હતી.”
જેકલીન ફર્નાÂન્ડસે દાવો કર્યો છે કે તેણે સુકેશ સાથે છેલ્લે ૮ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વાત કરી હતી. આ પછી ન તો તેણે કે સુકેશે તેનો સંપર્ક કર્યો. બાદમાં જેકલીનને ખબર પડી કે સુકેશની ધરપકડ કરવામાં આવી છે. સુકેશે ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયમાં કેટલાક કૌભાંડ કર્યા છે, જેના પછી પોલીસે તેની ધરપકડ કરી છે. જેÂક્લને કહ્યું, “પિંકી અને શેખર બંનેએ મારી સાથે છેતરપિંડી કરી છે. જ્યારે મને શેખરની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે ખબર પડી, તો તે જ સમયે મને તેનું અસલી નામ જે સુકેશ છે તે વિશે પણ ખબર પડી. પિંકી સુકેશની દરેક પ્રવૃત્તિ વિશે જાણતી હતી, પરંતુ તેણીએ મને ક્યારેય કહ્યું નથી.”
“જ્યારે મેં સુકેશથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પિંકી મને સતત ફોન કરતી હતી. તે મને કહેતી હતી કે હું ખોટા નિર્ણયો લઈ રહી છું. સુકેશ વિશે મીડિયામાં જે પણ વાતો આવી રહી છે તેમાં કોઈ સત્ય નથી. કે તમે જે વાતો પર વિશ્વાસ કરો છો. હું સુકેશને ૧૨ વર્ષથી ઓળખું છું તે એવો નથી. ઘણી વખત પિંકી અને સુકેશે મારી સાથે ખોટી ઓળખ ઉભી કરીને મને પાગલ બનાવી છે. મને ગેરમાર્ગે દોરી છે. સુકેશે મારી લાગણીઓ સાથે રમત રમી મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. મારી કારકિર્દી દાવ પર છે.”