અરવલ્લીઃભાણમેર ગામે ભુતપુર્વ સૈનિક સ્વ.અશોક કુમારને શ્રદ્ધાંજલી અપાઇ.ગુજરાત માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની ટીમ હાજર રહી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામના વતની ભૂતપૂર્વક સૈનિક અશોક કુમાર તારીખ 14/01/2023 નાં રોજ બે દીકરા અને એક દીકરી ને છોડી દેવલોક પામ્યા હતા જે એક દુઃખદ અવસાન થયું હતુ જેની જાણ ગુજરાત માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને થતા જિતેન્દ્ર નિમાવત દરેક માજી સૈનિક સંગઠન જીલ્લા તથા તાલુકાના હોદ્દેદારો કરી હતી.
જેથી કરીને આજૂબાજુના તાલુકાનાં અને જીલ્લાના હોદ્દેદારો તથા વીર નારીઓ અને માજી સૈનિક સંગઠન દરેક ભાઈ ઓ તારીખ 20/01/2023 માં રોજ ગામ ભાણમેરમાં હાજરી આપી હતી. ભુતપુર્વ સૈનિક સ્વ.અશોક કુમારને માજી સૈનિક સંગઠન તથા ગ્રામજનો એ બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જ્યારે ભાણમેર ગામમાં અશોક કુમાર અમર રહો. ભારત માતાકી જય જેવા નારાથી ભાણમેર ગામ ગુંજી ઉઠ્યું હતું અને આખા ગામમાં એક શોકનો માહૌલ જોવા મળ્યો હતો. દરેક ભાઈની આખો આસુંથી નમ થઈ ગઈ હતી. જ્યારે ગુજરાત રાજ્યના માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે સ્વ.અશોક કુમારના પરીવારને કોઈપણ જાતની તક્લીફ પડે તો ગામના સરપંચ તથા માજી સૈનિક સંગઠનના દરેક ભાઈને સંપર્ક કરે.જેથી કરી જે પણ કઈ મદદ ની જરુર પડે તો મદદ રૂપ થઈશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું.સ્વ. અશોક કુમાર માજી સૈનિક સંગઠન ભિલોડા તાલુકાના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા હતા. જ્યારે નિમાવતે ગામ ના સરપંચની પણ મુલાકાત લીધી હતી જેમાં માજી સૈનિક ભાઈઓ અને વીર નારીઓને રસ્તા તથા મકાનોને ખેતીમાં થતી તકલીફો દુર કરાવવા માટે સરપંચને આગ્રહ કરવામાં આવ્યો.જ્યારે ભાણમેર ગામના સરપંચ તરફથી આગળથી એવી કોઈ ગામ તરફથી માજી સૈનિક માટે તકલીફો નહિ પડે તેવુ આશ્વાસન પણ આપવામાં આવ્યા હતા