આંતરરાષ્ટ્રીય

લંડનના ‘સબરસ રેડિયો’ સ્ટેશન પ્રસારિત કાર્યક્રમમાં સંજય થોરાતે કર્યો ગુજરાતી ભાષાનો જયજયકાર!

રવિવારે સાંજે ઈંગ્લેન્ડના સબરસ રેડિયો સ્ટેશન પર પ્રસારિત થયેલા કાર્યક્રમમાં સંજય થોરાતે ગાંધીનગર સાહિત્યસભા અને ગુજરાતી ભાષાનો જયજયકાર કર્યો હતો. ઈંગ્લેન્ડના લેસેસ્ટર ખાતે સબરસ રેડિયો સ્ટેશન ૨૮ વર્ષથી કાર્યરત છે. એ રેડિયો સ્ટેશન પર દર શનિવાર અને રવિવારે એક ગુજરાતી કાર્યક્રમ આરજે શોભા જોશી દ્વારા ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ છે ‘આપણી ભાષા, આપણું સંગીત, આપણી સંસ્કૃતિ અને આપણા અસ્તિત્વનો ઉત્સવ’ જેમાં અલગ અલગ ગુજરાતી પ્રતિભાઓ સાથે વાતચીત કરવામાં આવે છે.

આ રવિવાર દિનાંક ૨૨ જાન્યુઆરીએ સાંજે ૭.૪૫ વાગ્યે ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાત સાથે લાઇવ વાર્તાલાપ આરજે શોભા જોશી દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને લંડન અને વિશ્વભરમાંથી શ્રોતાઓ જોડાયા હતા. ગુજરાતી સાહિત્ય અને એ માટે કાર્યરત ગાંધીનગર સાહિત્યસભાની પ્રવૃત્તિઓ અને તેમના તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તક ‘અનોખાં સ્વાતંત્ર્ય સેનાની મણિબહેન પટેલ’ તેમજ તેમની લેખન યાત્રા વિશે રસપ્રદ વાર્તાલાપ થયો હતો. જે મિત્રોને આ કાર્યક્રમ સાંભળવો હોય તેઓ તેમના અનુકૂળ સમયે સબરસ રેડિયો ડોટ કોમ પર સાંભળી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *