ગાંધીનગરગુજરાત

માનવ માત્રમાં રક્તદાનની અલખ જગાવવા કલક્ત્તાથી સાયકલ પર રવાના થયેલ જોય દેબ રાઉટ આજે બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮, ગાંધીનગર માં

રકતથી કોઇનુ જીવન બચી શકે છે અને રક્તદાન કરવાથી રક્તદાતાને ફાયદો જ થાય છે નુક્શાન નહી તથા ‘હર ઘર રક્તદાતા’નો સંદેશ લઈને રકતદાનની ઉત્કૃષ્ટ માનવ સેવાની ઉમદા ભાવના જાગૃત કરવાની નેમ સાથે કલકત્તાથી તા.૦૧/૧૦/૨૦૨૨ના રોજ સાયકલ પર રવાના થયેલ ફેડરેશન ઑફ બ્લડ ડોનર ઓર્ગેનાઇઝેશનના સભ્ય ૫૩ વર્ષના ભ્રાતા જોય દેબ રાઉટ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્લી, હરિયાણા, પંજાબ, રાજસ્થાનની ૫,૮૦૦ કિ.મી. યાત્રા કરી ૨૪ જાન્યુઆરી,૨૦૨૩ના રોજ બપોરે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેકટર.૨૮ ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય ખાતે પહોંચી રહ્યા છે.

આપણાં લોકલાડિલા માનનીય વડા પ્રધાનશ્રીના હર ઘર ત્રિરંગા અભિયાન માંથી પ્રેરણાં દેશમાં રક્તની કમીને કારણે દર્દીઓના થતાં મૃત્યુને લક્ષ્યે લઈ હર ઘર રક્ત દાતાની અલખ જગાવવાનુ શ્રી રાઉટે બીડુ ઝડપ્યુ. આ માટે તેઓ રોજની ૫૦કિ.મી.ની સાયકલ યાત્રા કરે છે અને યાત્રામાં વચ્ચે આવતાં લઈ હોસ્પિટલ્સ,સ્કૂલ્સ વગેરેમાં ખાસ કરીને વિધ્યાર્થીઓ અને યુવા ભાઈ બહેનોને રક્તદાન માટે કાર્યશાળા દ્વારા સાચી સમજ આપી પ્રેરિત કરી રહ્યા છે. તેમને સ્વસ્થ્ય સમાજ પ્રત્યેની તેમની જવાબદારીથી અવગત કરાવી રહ્યા છે.તેમની ૨૦,૦૦૦ કિ.મી. લાંબી ‘હર ઘર રક્તદાતા’ની અલખ જગાવતી આ સાયકલ યાત્રાનું સમાપન પણ તેઓ કલક્ત્તામાં જ કરશે.

બ્રહ્માકુમારીઝ ખાતે સેવાકેન્દ્ર પ્રભારી આદરણિય રાજયોગિની કૈલાશદીદીજી તથા મહેમાનો દ્વારા ઉપસ્થિત પ્રભુપ્રેમી ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવશે ત્યારબાદ ગાંધીનગરની વિવિધ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ્સ આદિમાં તેમની કાર્યશાળાના વિભિન્ન કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *