ગુજરાત

અંધશ્રદ્ધા : મહિલાને તું ડાકણ છે કહી નિર્વસ્ત્ર કરી મારીને થાંભલે બાંધી દીધી, ભિલોડાના ગઢીયા ગામે 6 લોકોનો મહિલા પર અત્યાચાર

ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના યુગમાં મંગળ પર જીવનની શોધ કરતા માનવ, ભૂત-પ્રેત અને ડાકણના વહેમમાં પરિવારને છિન્ન ભિન્ન કરી નાંખતા બનાવ બને ત્યારે વિચિત્ર લોક માન્યતાઓ સ્હેજેય સમાજમાં ઘર કરી ગયેલી હોવાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ મહિલાઓ પર ડાકણ હોવાનો આક્ષેપ કરી અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ઘટનાઓ બહાર આવતી રહે છે

અરવલ્લી જીલ્લાના ભિલોડાના તાલુકાના ગઢીયા ગામે 39 વર્ષીય મહિલાને તું ડાકણ છે મારા પતિને ખાઈ જાય છે કહી એક પરિવારોએ મહિલાને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરી બાંધી દીધી હતી તાલિબાની સજાનો ભોગ બનેલ મહિલા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસ ફરિયાદ નોધવાને બદલે આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ સાથે પીડિત મહિલા અને તેમના જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

ગઢીયા ગામના સીતાબેન હિતેન્દ્રભાઇ ભગોરા (ઉં.વર્ષ-39) નામની મહિલાએ જીલ્લા એસપીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગામના સંજય બાબુ ભગોરા,દિપક બાબુ ભગોરા, મંજુલા બાબુ ભગોરા,
ઉમેશ બાબુ ભગોરા,અશોક બાબુ ભગોરા અને ગીતા બાબુ ભગોરા એક સંપ થઇ તું ડાકણ છે કહીં મારા પતિને અને પિતાને ખાઈ જાય છે કહી ડાકણ હોવાનો વ્હેમ રાખી મહિલાને ઘરેથી ઢસળી જઈ લાકડી અને ધારિયા વડે મૂઢ મારી નિર્વસ્ત્ર કરી તેમના થાંભલે બાંધી દીધી હતી મારી શાળાએ ગયેલ દીકરી ઘરે આવતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસની મદદથી મારો છુટકારો થયો હતો સારવાર કરાવી હતી અશોક બાબુ શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાની સાથે તેની પત્ની અંજના શામળાજી પોલીસમાં હોવાથી શામળાજી પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો પીડિત મહિલાએ તેના પતિ સહીત તાલિબાની સજા આપનાર 7 લોકો સામે ગુન્હો નોંધવામાં આવેની માંગ કરી હતી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *