રાષ્ટ્રીય

ખેડૂત-સરકારની સતત પાંચમી બેઠક પણ નિષ્ફળ ગઈ કૃષિ બિલને લઇને ખેડૂતોનું પ્રદર્શન વધુ ને વધુ આક્રમક બનતું જાય છેઃ હવે ૯ ડિસેમ્બરે બેઠક યોજાશે

ખેડૂત અને સરકાર વચ્ચેની સતત ૫મી બેઠક નિષ્ફળ ગઈ છે. આજે બેઠકમાં સરકારે ખેડૂતો પાસે વધુ સમય માંગ્યો છે. હવે ૯ ડિસેમ્બરે ૧૧ વાગે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે.સરકાર કહે છે કે હવે અમે ૯ ડિસેમ્બરે પ્રસ્તાવ લઇને આવીશું જયારે ખેડૂતોનો આગ્રહ છે કે આ કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવામાં આવે.

ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ૫માં તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, મોદી સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ શંકાઓને દૂર કરવામાં આવશે, એમએસપીમાં કોઇપણ પ્રકારનો બદલાવ નહીં કરીએ. ૯ ડિસેમ્બરે ફરી બેઠક યોજાશે.તોમરે કહ્યું કે, કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લવાયું છે. આંદોલન છોડીને ચર્ચાનો રસ્તો અપનાવવા અપીલ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે કોઇ સૂચન મળે. સરકાર સમાધાનનો રસ્તો તપાસશે. અનુસાશન સાથે આંદોલન કરતા ખેડૂતોને અભિનંદન.બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે એમએસપી મુદ્દે ખેડૂતો ચિંતા ન કરે. એમએસપી રહેશે જ. આ ઉપરાંત તેમણે આ બેઠકોને ફળદ્રત્પપ ગણાવી હતી અને ખેડૂતોને પોતાની અને દિલ્હીના નાગરિકોની સુવિધા સાચવવા માટે આ આંદોલન સમા કરી દેવા વિનંતી કરી હતી.
ખેડૂતો સાથેની બેઠકમાં સરકારે કહ્યું છે કે સરકાર ત્રણ બિલ રદ કરવા સિવાય તમામ માંગ સ્વીકારવા તૈયાર છે. તેમણે ખેડૂતો સામે લાગેલ પરાળ બાળવાના કેસ પણ પાછા ખેંચી લેવાની ઓફર આપી છે. જા કે ખેડૂતોએ કહ્યું છે કે જા સરકાર બિલ રદ નહીં કરે તો ખેડૂત આગેવાનો મિટિંગમાંથી વોક આઉટ કરી દેશે.
ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક તેની ચરમસીમાએ પહોંચી છે. હવે બેઠકમાં ૧૫ મિનિટનો ટી બ્રેક પડો છે. ખેડૂત સંગઠનના નેતાઓ કહે છે કે અમે સરકાર પાસેથી ચર્ચા નહીં નક્કર જવાબ માંગીએ છીએ. એ પણ લેખિતમાં હવે ચર્ચા બહત્પ થઇ ગઈ.એક તરફ સરકાર કાયદો રદ કરવા સિવાયનો કોઈ રસ્તો કાઢવા સૂચવે છે જયારે ખેડૂતો કાયદો રદ કરવાની તેમની માંગ ઉપર મક્કમ છે
કૃષિ કાયદાના વિદ્ધ ટિકરી બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે સરકાર વારંવાર તારીખ આપી રહી છે, ત્યારે સંગઠનોએ એકમતે નિર્ણય લીધો છે કે આજ વાતચીતનો અંતિમ દિવસ છે. ખેડૂત સંયુકત મોરચાના પ્રધાન રામપાલ સિંહે કહ્યું કે આજે આર-પારની લડાઇ કરીને આવીશું, રોજ-રોજ બેઠક નહીં થાય. આજે બેઠકમાં કોઇ વાતચીત નહી થાય, કાયદો રદ્દ કરવાની જ વાત થશે.
કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી બોર્ડર પર ૧૦ દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે ૫માં તબક્કાની વાતચીત થવાની છે. ત્યારે સરકાર અને ખેડૂતોની બેઠક અગાઉ પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક થઇ રહી છે. આ બેઠકમાં રક્ષા મત્રં રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર છે.
કૃષિ કાયદાના વિરોધને લઇને દિલ્હીની નોઇડા બોર્ડર ખેડૂતોનો વિરોધ યથાવત જાવા મળ્યો છે. જા કે બીજી તરફ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબધં લગાવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર સાથે આજે ફરી બેઠક યોજાશે.કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને દિલ્હીની બોર્ડર પર રોકવા આદેશ આપવામાં આવ્યો છે. બદરપુર સહિત તમામ બોર્ડર પર સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. દિલ્હીની તમામ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોને પ્રવેશતા રોકવા કાંટાળા વાયરના બેરિકેટસ લગાવામાં આવ્યાં છે.જા કે બીજી તરફ ખેડૂત સંગઠનો દ્રારા ચિમકી આપવામાં આવી હતી કે જા આજે યોજાનારી બેઠકમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલન ઉગ્ર બનવાની શકયતા છે.આજે યોજાનારી વાતચીત પહેલા જ કેન્દ્ર સરકાર પર દબાણ નાંખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ સિંઘુ બોર્ડર પર થયેલ મહાપંચાયત બાદ ખેડૂત સંગઠનોએ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કયુ. આ સાથે જ ચેતવણી આપવામાં આવી કે કૃષિ કાયદો પરત નહીં ખેંચવામાં આવે તો ખેડૂતોના હકમાં ભારત બધં રહેશે. આ સાથે જ દેશભરમાં બધા ટોલ ફ્રી કરી દેવામાં આવે.
ખેડૂતોના સમર્થનમાં શુક્રવારના રોજ કેટલીક હÂસ્તઓએ પુરસ્કાર સન્માન પરત કયુ. ભારતને પહેલા ઓલÂમ્પક મેડલ અપાવનારા રાષ્ટિÙર્ય બોકિંસગ કોચ ગુરબકસ સિંહ સિધૂએ કહ્યું છે કે જા સરકાર ખેડૂતોની માગ નહી માને તો તેઓ દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરી દેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *