રાજ્યમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણઃ ગાંધીનગરમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ
શહેરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈઆહલાદક નજારો જોઈને નગરજનોમાં પણ ખુશીની લહેર પ્રસરીગાંધીનગર-અમદાવાદ સહિક સમગ્ર રાજ્યમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. ૫૦૦ મીટરના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવું પડ્યું હતું.આમ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે.
આજે વહેલી સવારથી ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યાંની સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. જેનાં કારણે ગાંધીનગરના માર્ગો પર વિઝિબીલીટી ઘટી જતાં વાહનચાલકોને વાહનોની હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.ગાંધીનગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે સવારથી જોવા મળી હતી. વહેલી સવારે ગાંધીનગરનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેનાં કારણે ગાંધીનગરમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. સવારે અચાનક ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે વિઝિબીલીટી પણ ઘટી હતી. જેનાં કારણે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતીગાંધીનગર ધુમ્મસ છવાઈ જતાં વહેલી સવારથી જ હિલ સ્ટેશન વાતાવરણ સર્જાયું હતું. આ આહલાદક નજારો જોઈને નગરજનોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. જોકે, જેમ જેમ દિવસની શરૂઆત થતી ગઈ તેમ તેમ ગાંધીનગરનાં આકાશમાં સૂર્યદેવતાનાં પણ દર્શન થવા લાગ્યા હતા. પરંતુ અચાનક આવેલા પલટાને કારણે થોડીક ઠંડીનો પણ અહેસાસ નગરજનો અનુભવી રહ્યા છે.