ગૂજરાત વિદ્યાપીઠ નો રમતોત્સવ મ. દે.ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે યોજાશે
ગૂજરાત વિદ્યાપીઠ નો વાર્ષિક 2022-23 નો રમતોત્સવ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે યોજાશે. તેને લઈને સાદરા સંકુલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ સમિતિઓ દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે. રમતોત્સવ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. ભરત જોશી ના અઘ્યક્ષ સ્થાને યોજાશે. મુખ્ય મહેમાન તરીકે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર ના વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણા ઉપસ્થિત રહેશે. સમાપન સમારોહમાં કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભટ્ટ અને અતિથિ વિશેષ માં ડૉ.જમનાદાસ સાવલીયા ઉપસ્થિત રહેશે. રમતોમાં 100મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોલફેંક, ચક્ર ફેક, બરછી ફેંક, ટેબલ ટેનિસ, બેડ મિંટન, કબડ્ડી, વોલીબોલ, ખોખો રમતોમાં કુલ 144 ભાઈઓ,117 બહેનો ભાગ લેશે. સમગ્ર આયોજન સંયોજક શ્રી ડૉ. રાજેન્દ્ર જોષી, સહ સંયોજક ડૉ.કનુભાઈ વસાવા, ડૉ.મિલન ભટ્ટ, ડૉ.વિક્રમસિંહ અમરાવત, ડૉ.અરુણભાઈ ગાંધી, શારીરિક શિક્ષણ વિભાગના ડીન અને અઘ્યક્ષ ડૉ.જગદીશભાઈ સાવલીયા, ડૉ.પ્રભુલાલ કાસુન્દ્રા તથા શારીરિક વિભાગનો સ્ટાફ, મ. દે.ગ્રામસેવા સંકુલ સાદરા નો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સતત તૈયારીઓ કરી રહ્યા છે. અહેવાલ લેખનનું કાર્ય પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું અને ડૉ.દિવ્યેશ ભટ્ટએ કર્યું હતું.