બોટાદમાં આવતીકાલે રાજ્યના પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે, CM અને રાજ્યપાલ ધ્વજ ફરકાવશે
ગુજરાતમાં આ વર્ષે એક જિલ્લામાં રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવશે, જ્યારે ગુજરાતમાં આ વર્ષે 17 મંત્રીઓ અને 15 જિલ્લાના કલેક્ટર ધ્વજ ફરકાવશે. આવતીકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી અનેક જિલ્લાઓમાં મંત્રીને બદલે જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે. રાજ્યના 18 જિલ્લામાં રાષ્ટ્રપતિ સહિત 17 મંત્રીઓ ધ્વજ ફરકાવશે જ્યારે 15 જિલ્લામાં જિલ્લા કલેક્ટર તિરંગો ફરકાવશે.આવતીકાલે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં આ વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજીક્ષાની તૈયારીઓ બોટાદ જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિને બોટાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાષ્ટ્રધ્વજ ફરકાવશે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. બોટાદ સ્થિત બોટાદ ખાતે આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ધ્વજારોહણ કરશે. આ ઉપરાંત રાજકોટમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધ્વજવંદન કરશે. જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગરમાં મંત્રી મૂળુભાઈ બેરા, ભાવનગરમાં મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. અમરેલીમાં મંત્રી પરસોતમ સોલંકી ધ્વજ ફરકાવશે. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લામાં જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આ વર્ષે પ્રજાસત્તાક દિને મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આવતીકાલે પ્રજાસત્તાક દિને ધ્વજવંદન ઉપરાંત મહાનુભાવોના પ્રવચન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે.