શ્રી ઉમિયા માતાજી મંદિર ગામ કપડવંજના નરસિહપુર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જલયાત્રા યોજાઈ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત વીઝન ૨૦૩૦ અંતર્ગત ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં શ્રી ઉમિયા માતાજી શિખર મંદિર નિર્માણ થયું છે આ શ્રી ઉમિયા માતાજી મંદિર નરસિહપુર ગામના શ્રી રામજી મંદિર પાસે નિર્માણ પામેલ છે ઉપરોક્ત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શતચંડી મહાયજ્ઞ પ્રારંભ તા.૨૩-૧-૨૦૨૩ કરી તા.૨૬-૧-૨૦૨૩ને ગુરૂવારે પૂણાર્હુતિ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને આજરોજ તા.૨૩-૧-૨૦૨૩ સોમવારે જલયાત્રા… દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત.. ગૌમાતા મહાપુજા.. વિષ્ણુ પુંજા અને પ્રાયશ્ચિત હોમ વગેરે ધાર્મિક પ્રસંગો યોજવામાં આવ્યા હતા જલયાત્રા મા ઞામના યુવાનો વડીલો બાળકો બહેનો ભાઇઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજનાં જલયાત્રા પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંગઠ્ઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના ખેડા જીલ્લા કન્વીનર શ્રી પી.એ.પટેલ…સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ ના કાર્યાલય મંત્રી શ્રી નટુભાઇ પટેલ અને સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી ઊંઝા સંસ્થાના સંગઠ્ઠન ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા ની વિવિધ પ્રવૃતિઓ અને યોજનાઓ તેમજ મંદિરના માહાત્મ્ય અને સામાજીક સંગઠન વિશે સુંદર દ્રષ્ટાંત સાથે વિસ્તૃત માહિતી સાથે સરસ સુંદર માહિતી આપી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાયૅકરમ દરમિયાન દરરોજ પ્રસંગને અનુરૂપ ધાર્મિક કાર્યક્રમો અને રાત્રી કાયેકરમો નુ આયોજન કરવામાં આવેલ છે તો તમામ શ્રધ્ધાળુઓએ દશૅનનો લાભ લેવા અને ધાર્મિક મહોત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે