શિક્ષકોને BLO કામગીરીમાંથી મુક્તિ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને લખ્યો પત્ર
શિક્ષકો હાલમાં ડોર ટુ ડોર ચુંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાનું કામ કરી રહ્યા છે. તમામ મતદારોનો સંપર્ક કરી 31 માર્ચ સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. નિયત સમય મર્યાદામાં વધુમાં વધુ આધાર કાર્ડ લિંક કરવાના આદેશથી શિક્ષકો નારાજ છે. દરેક શાળાના આચાર્યને ચાલુ શાળા દરમિયાન તમામ શાળાના BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી BLOને ચોવીસ કલાક મુક્તિ આપવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. ત્યારે શાળામાં ભણાવતા શિક્ષકોને આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવાની કામગીરી સોંપવામાં આવી છે.શિક્ષકોમાં ભણવાનું છોડી અન્ય કામગીરી સોંપવામાં આવતાં શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે રાજ્ય શિક્ષક સંઘે આ મામલે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ પત્રમાં શિક્ષકોને બુથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. પહેલા શિક્ષણનું કામ બંધ કરી ચૂંટણીનું કામ સોંપવામાં આવ્યું. હવે જો આ પૂર્ણ થાય તો આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી સોંપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક છે અને તેઓએ કોર્સ પૂરો કરવાનો છે તો શિક્ષકો અન્ય કામગીરી કેવી રીતે કરશે. ડોર ટુ ડોરની કામગીરીને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. સાથે જ આગામી પરીક્ષાઓને પણ અસર થશે. તેથી હવે રાજ્ય શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખીને આ કાર્યવાહીમાંથી મુક્તિ માંગી છે.