ગાંધીનગરગુજરાત

સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 16 ગાંધીનગર ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

તારીખ 26.01.2023 ના રોજ સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 16 ગાંધીનગર ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના એક શ્રેષ્ઠ સંકલ્પના અંતર્ગત દીકરીની સલામ દેશને નામ પહેલ મુજબ સેક્ટર.16માં થી વધુ અભ્યાસ કરેલ અને આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ચિરંજીવી કાજલ મહેશભાઈ મોચી(હાલ રજિસ્ટ્રી ક્લાર્ક GMC ગાંધીનગર)ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી સાથે સાથે મોમેન્ટ અને સન્માન પ્રમાણપત્ર અર્પણ મહેમાનો હસ્તે કરાવી ધન્યતા અનુભવી.આ સેક્ટરમાં આ વર્ષમાં જન્મેલા દીકરીઓ અને તેમની માતાનું પણ મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું.

શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમને શોભાવવા શ્રી પ્રદિપસિંહ વાઘેલા સાહેબ (એડવોકેટ અને વિદ્યા લાયબ્રેરી),લાયોનીસ ક્લબ ગાંધીનગરના પ્રમુખશ્રી પ્રીતિબેન અને સભ્યો,વિજયસિંહ માજીરાણા (યુવા સામાજિક કાર્યકર) ,શ્રી જયેન્દ્રભાઈ વ્યાપારી મંડળ સેક્ટર 16 ગાંધીનગર ,શ્રી અનિલભાઈ મૂલિયાણા (પીએસઆઇ સેક્ટર 6 પોલીસ સ્ટેશન ), વિશાલભાઈ જયસ્વાલ,એસએમસીના અધ્યક્ષ શ્રી રજનીબેન અને સભ્યો, શ્રી વિશાલભાઈ,વાલીગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. તમામ કાર્યક્રમને તૈયાર કરવાના મારા શાળા પરિવારને ખૂબ ખુબ અભિનંદન.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નયનાબેન બ્રહ્મભટ્ટ અને સ્મિતાબેન પ્રજાપતિ એ કર્યું. આ તબક્કે શાળાના તમામ વિધાર્થીઓને સ્વેટરનું દાન કરનાર શાળાના શિક્ષિકા બહેનશ્રી નયનાબેન બ્રહ્મભટ્ટનું ઋણ સ્વીકાર કરું છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *