ગુજરાત

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સરકારનું એલર્ટ, કલમ 144 લાગુ રહેશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી રવિવારે સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે. પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ દ્વારા પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ-ટેબ્લેટ-સ્માર્ટ પેન અથવા અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ પરીક્ષા દરમિયાન કોઈ અનધિકૃત લેખન સામગ્રી લઈ જવામાં આવશે નહીં અથવા ચાર કે તેથી વધુ વ્યક્તિઓ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં એકસાથે ભેગા થઈ શકશે નહીં કે એકઠા થઈ શકશે નહીં. ભૂતકાળમાં પરીક્ષાના પેપર લીક થયા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકારને એલર્ટ કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષા સંચાલકો તેમની કામગીરી સરળતાથી કરી શકે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 લાગુ કરવામાં આવશે જેથી ઉમેદવારો કોઈપણ પ્રકારના ભય વિના પરીક્ષા આપી શકે અને કોઈપણ પ્રકારની ખલેલ ન પડે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કર્મચારીઓ અને ઉમેદવારો સિવાયના અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ નિયમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x