ઘર ખરીદનારાઓને મોદી સરકારે આપી મોટી ખુશખબરી, વધુ એક વર્ષ ઉઠાવો આ સ્કીમનો લાભ
New Delhi :
વર્ષ 2019ની શરૂઆત નવા વર્ષના ભેટ સાથે આવી છે. મોદી સરકાર અલગ-અલગ સ્કીમ હેઠળ લોકોને ભેટ આપી રહી છે. હવે ઘર ખરીદનારાઓ માટે મોદી સરકાર મોટી ખુશખબરી લઇને આવી છે. કેંદ્ર સરકારે મિડલ ક્લાસ (MIG)ના ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ની સમયમર્યાદાને 1 વર્ષ માટે વધારી દીધી છે. આ યોજનાનો ફાયદો 31 માર્ચ 2020 સુધી મળી શકશે. આવાસ અને શહેરી મામલે મંત્રલાયે આ સ્કીમને આગળ વધારવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ સ્કીમની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2018 હતી.
પીએમ મોદીએ કરી હતી જાહેરાત
આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે એમઆઇજી યોજના માટે CLSS એ સારું પ્રદર્શન કર્યું છે. તેમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષના અંત સુધી લાભાર્થીઓની સંખ્યા એક વર્ષ સુધી પહોંચવાની આશા છે. તમને જણાવી દઇએ કે 31 ડિસેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંદેશ આપતાં MIG વર્ગની આકાંક્ષાઓને પુરી કરવા માટે CLSS યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ગત વર્ષે થઇ હતી શરૂઆત
જોકે એમઆઇજી યોજનાની શરૂઆત એક વર્ષ બાદ થઇ. 31 ડિસેમ્બર 2017ના રોજ સીએલએસએસ 12 મહિના માટે શરૂ કરવામાં આવી હતી. તેના હેઠળ મકાનની પ્રાપ્તિ/નિર્માણ કરવા માટે બેંકો, હોમ લોન કંપનીઓ અને અન્ય એવી લિસ્ટેડ કંપનીઓ પાસેથી લોન લેનાર એમઆઇજીના લાભર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા.
શું છે યોજનાનો ફાયદો
આ યોજના હેઠળ નિમ્ન અને મધ્યમ આવક વર્ગના ઘર ખરીદનારાઓને હોમ લોન પર વ્યાજ દરમાં ત્રણથી 6.5 ટકા સુધી સબસિડી મળતી હતી. સબસિડીની રકમ સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવે છે. પુરીએ કહ્યું કે PMAY, મેટ્રો રેલ, સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાન હેઠળ 2018માં ઉલ્લેખનીય પ્રગતિ થઇ.
કાર્પેટ એરિયા વધારવામાં આવ્યો
નવેમ્બર 2017માં આ યોજનાની શરૂઆતમાં એમઆઇજી-I અને એમઆઇજી-II માટે ફ્લેટનો કાર્પેટ એરિયા ક્રમશ: 120 વર્ગ મીટર સુધી’ અને ‘150 વર્ગ મીટર સુધી’ હતો. જૂન 2018માં એમઆઇજી-I અને એમઆઇજી-II માટે કાર્પેટ એરિયાને વધારીને 160 વર્ગ મીટર સુધી અને 200 વર્ગ સુધી કરવામાં આવ્યો.
જાન્યુઆરી 2017 બાદ ઘર ખરીદતાં મળશે સબસિડી
ઘર ખરીદનાર, જેની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા સુધી છે અને જેમણે જાન્યુઅરી 2017 બાદ મકાન ખરીદ્યુ છે, તેમને સરકાર દ્વારા સબસિડી મળશે. PMAY યોજના હેઠળ ટૂંક સમયમાં એવા ખરીદનારાઓને હોમ લોન પર લગભગ અઢી લાખ રૂપિયાની વ્યાજ સબસિડી મળશે.
92000 ઘર ખરીદનારાઓને મળશે ફાયદો
સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ 92,000 ઘર ખરીદનારાઓને વ્યાજ સબસિડીનો ફાયદો મળશે. મધ્યમ વર્ગ 22,000 લોકોને પણ તેનો ફાયદો મળશે. તેનાથી વધુ ખરીદનારાઓને વ્યાજ સબસિડીનો લાભ મળશે.