ગુજરાત

ગુજરાતમાં શા માટે લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે? કરોડો યુવાનોનું ભવિષ્ય બર્બાદ થયું છે ઃ અરવિંદ કેજરીવાલ

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે ૯ લાખ ૫૩,૦૦૦થી વધુ ઉમેદવારોની મહેનત પાણમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.

પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં શા માટે લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે? કરોડો યુવાનોનું ભવિષ્ય બર્બાદ થયું છે..
ઈસુદાન ગઢવીએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે, ગજબ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા-પિતા ફરી ભરોસો કરીને ૯૯થી વધારીને ૧૫૬ સીટો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું.
આ પરીક્ષા માટે ૭૫૦૦ પોલીસ સ્ટાફ અને ૭૦ હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર અથવાહોલ ટિકિટ)અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *