ગુજરાત

સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત દ્વારા સમાજની ૨૬૧ વિધવા બહેનોને સહાય અપાઈ

એપ્રિલ – ૨૦૨૨ મહિનામાં ૨૨૫ વિધવા બહેનોના ખાતામાં ₹ ૧,૦૧૦/- જમા કરાવ્યા બાદ ફરી ડિસેમ્બર – ૨૦૨૨ અને જાન્યુઆરી – ૨૦૨૩ મહિનામાં અલગ અલગ તબક્કે કુલ ૨૬૧ વિધવા બહેનોના ખાતામાં ₹ ૫૦૦/- જમા કરાવવામાં આવ્યા.
વિગતે જોઈએ તો એપ્રિલ મહિનામાં ૨૨૫ બહેનોના ખાતામાં ૧,૦૧૦/- ₹ જમા કરાવવામાં આવ્યા હતા. ડિસેમ્બરમા એ ખાતાઓમાંથી જે બહેનનો દિકરો ૨૧ વર્ષનો થઈ ગયો હોય તેમના તથા જે વિધવા બહેનોએ પુનઃ લગ્ન કરેલા છે તેવા ૫ બહેનોના નામ કમી કરી બાકીના ૨૨૦ બહેનોના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. જેમાંથી ૧૧ બહેનોના ખાતાના પૈસા બેંકના આઈ એફ એસ સી કોડ બદલ્યા હોવાથી તથા એક બહેને ખાતુ જ બંધ કરેલ હોવાથી પરત આવેલા હતા. બાકીના બહેનોના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા અને તેમને જાણ પણ કરી આપેલ હતી. ત્યાર બાદ નવા બીજા ૪૨ બહેનોના બેંક ખાતામાં ૧૦ /- ₹ જમા કરાવ્યા હતા. અને તે જમા થઈ ગયા છે તે ચેક કરી બીજા ૫૦૦/- ₹ પણ તેમના તથા આઈ એફ એસ સી કોર્ડ બદલેલા બહેનોના ખાતામાં પણ પણ રૂપિયા જમા કરાવી દિધા હતા. આમ એક બહેને બેંક ખાતુ બંધ કરાવ્યુ હોવાથી તેના સિવાયના ૨૬૧ બહેનોના ખાતામાં ₹૧,૩૦,૯૨૦ /- જમા કરાવી દિધા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *