સેક્ટર-૩ ખાતે વાર્ષિક યુવા રમતોત્સવ – ૨૦૨૩ નું આયોજન
આગામી ૧૨ ફેબ્રુઆરી, રવિવાર ના દિવસે સેક્ટર-૩ ખાતે વાર્ષિક યુવા રમતોત્સવ – ૨૦૨૩ નું આયોજન ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ફુગ્ગા ફોડ, લોટ ફૂંક અને લીંબુ ચમચી સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનારને આયોજકો દ્વારા પ્રમાણપત્ર તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી આપીને ગૌરવ સાથે સન્માનિત કરવામાં આવશે અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. વયજૂથ : 5 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. બંન્ને વયજૂથમાંથી મળીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા જાહેર કરવામાં આવશે. સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭, +૯૧-૭૪૦૫૨૬૭૭૨૭ પર સંપર્ક કરીને વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે.