અરવલ્લી:બાયડ માર્કેટ યાર્ડમાં ચુંટણીનો ધમધમાટ ત્રીપાંખિયો જંગ ખેલાવાના એંધાણ
અરવલ્લી જિલ્લાની રાજકીય પ્રયોગશાળા ગણાતા બાયડ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગલીયારાઓમાં ગરમાવો આવી ગયો છે ગુપ્ત રાહે તોડજોડની બેઠકો શરૂ થઈ ગઈ છે.
બાયડ માર્કેટ યાર્ડમાં આ વખતે નવીન કારોબારીની ચૂંટણી એક રસપ્રદ ચૂંટણી બની રહેવાની હોવાનું મતદારો માની રહ્યા છે
ભરતી પ્રક્રિયા બાબતે મતદારો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
આ ચૂંટણીમાં એક ભાજપ પ્રેરિત પેનલ એક કોંગ્રેસ પ્રેરિત પેનલ અને રાજકીય નેતાઓથી જાણે-અજાણે તેમની પ્રક્રિયાઓથી નારાજ એવા મતદારો અને ખેડૂતોની એક નવી પેનલ ચૂંટણી જંગમાં ઉતરવાની હોવાનું જાણવા મળ્યું છે.
આમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે તેવું હાલ તો લાગી રહ્યું છે.
હવે જોઈએ નજીકના દિવસોમાં રાજકીય ચિત્ર કેવું બને છે.