હિંમતનગર શહેરમાં ગેરકાયદે મટનનો વ્યવસાય કરતાં 18 જણાંને નોટિસ અપાઇ
લાયસન્સ સિવાય ધંધો કરતા વેપારીની દુકાનને સીલ કરાશે: પાલિકાહાઇકોર્ટે 36 કલાકમાં ગેરકાયદે મટનશોપ બંધ કરવાની સૂચના આપ્યા છતાં 48 કલાક બાદ પણ નગરપાલિકાએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યોગેરકાયદે ધમધમતા કતલખાના અને મટન શોપ 36 કલાકમાં બંધ કરાવવા હાઇકોર્ટે સૂચના આપવા છતાં 48 કલાક બાદ પણ હિંમતનગર શહેરમાં પાલિકા દ્વારા 39 પૈકી 18 જણાને નોટિસ અપાઇ છે. જેમાં કોઈપણ જાતની સ્પષ્ટતા નથી અને માત્ર પાલિકાનું ગુમાસ્તાધારાનું લાયસન્સ તેમજ ફૂડ સેફ્ટી એક્ટ જોગવાઈનો લાયસન્સ મેળવવા જાણ કરાઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
પાલિકા દ્વારા ગુરુવાર સાંજ સુધીમાં શહેરના પોસ્ટ ઓફિસ, છાપરીયા, હુસેની ચોક, વોરવાડ સહિતના વિસ્તારના 18 વેપારીઓને નોટિસ આપી જાણ કરી છે કે ગેરકાયદે મટનના વેચાણ અંગે અવારનવાર લેખિત તથા મૌખિક સૂચનાઓ આપવા છતાં કાયદાનું પાલન કરાયું નથી નોટિસ મળેથી પાલિકાનું ગુમાસ્તાધારાનું લાયસન્સ તેમજ ફૂડ સેફટી એક્ટ જોગવાઈનું લાયસન્સ મેળવી વ્યાપાર ધંધો કરવાનો રહેશે.
લાયસન્સ સિવાય ધંધો કરતા માલૂમ પડશે તો દુકાનને સીલ કરવાની ફરજ પડશે પાલિકાની નોટિસમાં જ ઝોલ હોય તેવું જણાઈ રહ્યું છે નોટિસમાં પાલિકા જણાવી રહી છે કે તમે ગેરકાયદે મટનનો ધંધો ચાલુ રાખ્યો છે હાઇકોર્ટની સ્પષ્ટ સૂચના હોવા છતાં પગલાં લેવાયા નથી પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં બીજા 21 વેપારીને નોટિસ અપાશે.
આ વેપારીઓને નોટિસ અપાઇ
1. શોએબખાન પઠાણ : છાપરિયા મેન રોડ
2.કાલુભાઈ કુરેશી : કેળાવાળાની વખાર નજીક હુસેની ચોક
3.રાજુભાઈ ખટીક : રેડક્રોસ પાછળ
4.વારિસભાઈ લાલા : સુનહરી સ્ટ્રીટ
5.પિયુષભાઈ ખટીક : પોસ્ટ ઓફિસ પાછળ
6.મહંમદભાઈ કુરેશી : સર્વોદય સોસાયટીની બાજુમાં
7.મહમદભાઈ સૈયદ : ગરીબનવાજહોલની બાજુમાં
8.જયંતીભાઈ ખટીક : પોસ્ટ ઓફિસ પાછળ
9. મહમદભાઈ ફકીર : સર્વોદય સોસાયટી પાસે
10.મહમદભાઈ અખ્તર : નીચવાસ છાપરીયા
11.અયુબભાઈ મીર : સર્વોદય સોસાયટીની બાજુમાં
12.નારણભાઈ ખટીક : પોસ્ટ ઓફિસ પાછળ
13.બાબુભાઈ ખટીક : પોસ્ટ ઓફિસ પાછળ
14.રફિકભાઈ બેલીમ : મોટીવોરવાડ
15.કાલુભાઈ ખટીક : પોસ્ટઓફિસની બાજુમાં
16.ચાંદભાઈ કુરેશી : અલીફ મસ્જિદની બાજુમાં
17.મિર્ઝા બેગ : છાપરીયા ચોરા
18.નિશારભાઈ બેલીમ : નીચવાસ છાપરીયા