દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ માલિકો હડતાળ પર, ૨૫૦ જેટલા સીએનજી પંપ સંચાલકો ૨૪ કલાક બંધ પાળશે
દક્ષિણ ગુજરાત ખાતે લાંબા સમયથી પડતર માગણીનો ઉકેલ ન આવ્યો હોય દક્ષિણ ગુજરાતના સીએનજી પંપધારકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ માલિકો હડતાળ પર રહેશે.ગુજરાત ગેસના ૨૫૦ જેટલા સીએનજી પંપ ૨૪ કલાક માટે બંધ રહેશે. સરકારને વારંવાર રજૂઆત છતાં કમિશન ન વધારતા હવે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે..
આજે દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ માલિકો હડતાળ પર ઉતર્યા છે. કમિશન મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા સીએનજી પંપ માલિકોએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે. ગુજરાત ગેસના ૨૫૦ જેટલા સીએનજી પંપ સંચાલકોએ ૨૪ કલાક માટે બંધ પાળ્યો છે સરકારને વારંવાર રજૂઆત છતાં કમિશન ન વધારતા હવે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. જા કે આ હડતાળને લઈને ઝ્રદ્ગય્ વાહનધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ ૧.૨૫થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગ નહીં સંતોષતા ફરી વાર આવતીકાલે સીએનજી પંપ બંધ રાખશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિમીટેડની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપ ધારકોની મીટિંગ મળી હતી, જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જા કે આ બેઠક પડી ભાંગી હતી, પડતર માગણીના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.