ahemdabad

હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, ૧૫ માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ

મહારાષ્ટÙના નાસિકના શિરડીમાં આવેલુ સાંઈ બાબાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નાસિકના શિરડીમાં દર્શન કરવા માટે જતા હોય છે. અત્યાર સુધી ગુજરાતના ખાસ કરીને અમદાવાદના ભક્તોને શિરડીમાં દર્શન કરવા જવા માટે કાર અથવા તો ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરીને જવુ પડતુ હતુ. જા કે હવે ભક્તોને ઘણા કલાકોની લાંબી મુસાફરીમાંથી મુÂક્ત મળશે.

ભક્તો અમદાવાદથી માત્ર પોણા બે જ કલાકમાં જ શિરડી પહોંચી જશે. કારણકે ૧૫ માર્ચથી અમદાવાદથી શિરડી સાંઇબાબા દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ માટે ઇÂન્ડગો અમદાવાદથી નાસિકની ફલાઇટ શરૂ કરશે.
ઇÂન્ડગો દ્વારા ૧૫ માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફ્લાઇટનું વન-વે ફેર રુ. ૩૦૦૦ની આસપાસ રહેશે. નાસિકથી આ ફલાઇટ બપોરે ૩.૪૫ કલાકે ટેકઓફ થઇ ૫.૨૫ કલાકે અમદાવાદ આવશે, ત્યાર બાદ અમદાવાદથી ફ્લાઇટ સાંજે ૫.૫૦ કલાકે રવાના થઇ ૭.૧૫ કલાકે નાસિકમાં પહોંચાડશે. એરલાઇન કંપની આ સેક્ટર પર ૭૩ સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.
મહત્વનું છે કે શિરડી અહમદનગર-મનમાડ હાઇવે (સ્ટેટ હાઇવે નંબર ૧૦) પર આવેલું છે. તે મનમાડ શહેરથી ૬૫ દ્ભસ્ અને જિલ્લા મુખ્યાલય અહેમદનગરથી ૮૦ દ્ભસ્ ના અંતરે આવેલું છે. આ શહેર સાંઈ બાબાના સમાધિ મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રખ્યાત છે. તેથી જ આ શહેરનું બીજું નામ સાંઈનગર શિરડી (શિરડી) છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. મોટી સંખ્યામાં ગુજરાતના ભક્તો પણ અહીં દર્શન કરવા જતા હોય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x