ઈતિહાસના ૧૦ સૌથી શક્તિશાળી વિનાશકારી ભૂંકપ, જેણે શહેરોને તબાહ કરી નાંખ્યા હતા
તુર્કીથી આજે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. ૭.૮ની તીવ્રતાના ભૂકંપને કારણે તુર્કી, સિરિયા, લેબનાન જેવા દેશોમાં ભારે નુકશાન થયું છે. સૌથી વિનાશક ભૂકંપ ૨૨ મે, ૧૯૬૦ના રોજ ચિલીના વાÂલ્ડવિયામાં આવ્યો હતો. આ ૯.૫ની તીવ્રતાનો ભૂકંપ હતો.૧૦ મીનિટ સુધી અનુભવાયેલા આ ભૂકંપમાં લગભગ ૧૬૫૫ લોકોના મોત થયા હતા. સુનામીને કારણે ચિલી સહિત, જાપાન, ફિલીપીંસ, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી તબાહી થઈ હતી.
૨૭ માર્ચ, ૧૯૬૪ના રોજ અમેરિકાના અલાસ્કામાં કુલ ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૪ મિનિટ ૩૮ સેકેન્ડ સુધી અનુભવાયેલા આ ભૂકંપને કારણે અલાસ્કાનો નકશો બદલાઈ ગયો હતો.
૨૬ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ દક્ષિણ ભારતમાં ૯.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે મોતનું તાંડવ સર્જાયું હતું અને હજારો લોકોની જીંદગી બરબાર થઈ ગઈ હતી.
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના ગજરાતના ભૂજમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ૩૦ હજારથી વધારે લોકોના મોત થયા હતા અને ૪ લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.
૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ ચિલીના બાયો-બાયોમાં ૮.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની ૮૦ ટકા જનતા પ્રભાવિત થઈ હતી.
૧૨ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ હૈતીમાં ૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.
૮ ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ૭૫ હજારથી વધારેના મોત અને ૮૦ હજાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે ૨ લાખ ૮૦ હજાર લોકો ઘર વગરના થયા હતા.
૧૧ એપ્રિલ, ૨૦૧૨ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં ૮.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.
૧૧ માર્ચ, ૨૦૧૧ના રોજ જાપાનમાં ૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ ૧૬ હજાર લોકોના મોત થયા હતા.
૨૫ એપ્રિલ, ૨૦૧૫ના રોજ નેપાળમાં ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે ૮ હજારથી વધારે લોકોના મોત થયા હતા. ૨ હજારથી લોકો ઘાયલ પણ થયા હતા.