આનંદીબહેનનું રાજીનામું સ્વીકારી લેવાયું, અમિત શાહના નામ માટે નનૈયો
ભાજપ સંસદીય દળની બેઠક દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને ચાલી રહી છે જેમાં નરેન્દ્ર મોદી સહિત પક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહ્યાં હતાં. આ બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડના વરિષ્ઠ સભ્ય વૈંકેયા નાયડુએ આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવતાં હવે તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપશે અને આ પછી નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે.
Close ad X
વૈંક્યા નાયડુએ અમિત શાહ વિશે બોલતાં જણાવ્યું કે,તે તો રાષ્ટ્રીય અધ્યક્ષ છે એટલે તેમના નામનો કોઈ સવાલ જ નથી.
બે કેન્દ્રીય નેતા સહ સંગઠન મહામંત્રી વી.સતીશ અને ગુજરાત પ્રભારી દિનેશ શર્માને અમદાવાદ મોકલ્યા છે. આ બંને નેતાઓ પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો વગેરે સાથે બેઠકો યોજશે. પછી રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ અંગે સહમતિ સાધશે. જેના પગલે પક્ષના ધારાસભ્યો નવા નેતાની પસંદગીની ઔપચારિકતા પૂર્ણ કરશે.
મુખ્યમંત્રીના હોદ્દા પરથી સત્તાવાર પોતાનું રાજીનામુ રાજ્યપાલને સુપરત કરશે
ત્યાર બાદ આનંદીબહેન રાજભવન પહોંચી મુખ્યમંત્રીના હોદ્દા પરથી સત્તાવાર પોતાનું રાજીનામું રાજ્યપાલ ઓ.પી. કોહલીને સુપરત કરશે અને ભાજપના ધારાસભ્યો તેમણે નવા પસંદ કરેલા ભાજપ વિધાનસભા પક્ષના નેતાનું નામ રાજ્યપાલને સોંપશે. પછી રાજ્યપાલ નવા સીએમના શપથવિધિની સૂચના આપશે. આનંદીબહેનના રાજીનામા બાદ મુખ્યમંત્રી કોણ તેની અટકળો વચ્ચે રાજભવનમાં શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ છે. 5મી ઓગસ્ટે નવા મુખ્યમંત્રી શપથગ્રહણ કરશે તેવી અત્યારે શક્યતા જણાય છે. ગાંધીનગર સ્થિત રાજભવનમાં વોટરપ્રૂફ શમિયાણો ઉભો થઈ રહ્યો છે.
અમિત શાહ પ્રબળ દાવેદાર, રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે જે. પી. નડ્ડાનું નામ ચર્ચામાં
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના નવા નાથ બને એવો સંકેત દિલ્હીથી ભાજપાના ટોચના સુત્રો આપી રહ્યા છે. સોમવારે સાંજે આનંદીબહેને પોતે હાઇકમાન્ડને લખેલો પત્ર સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો ત્યારથી અત્યાર સુધી અનેક નામો ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ઊભરી આવ્યા છે, પરંતુ છેલ્લી માહિતી મુજબ આ અંગે ભાજપાના ટોચના નેતૃત્ત્વ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી બેઠકના અંતે અમિત શાહના નામ પર મહોર મારવામાં આવી છે.
4થીએ અમિત શાહ ગુજરાત આવશે
અમિત શાહની ગુજરાત આવવાની ચાલેલી અટકળો વચ્ચે જાણવા મળ્યુ છે કે, તેઓ 4થીએ ગુરુવારના રોજ અમિત શાહ ગુજરાત આવવાના છે. 4 ઓગષ્ટે BJPના ધારાસભ્યોની બેઠક મળવાની છે. ત્યારે આવા સંજોગોમાં જો CMનું રાજીનામું સ્વિકારાય તો પક્ષના નવા નેતાની વરણી થશે. 5મી ઓગષ્ટે ગુજરાતના નવપદનામિત CM શપથ લેશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
આવતીકાલે કેબિનેટ બેઠક નહિ મળે
ગાંધીનગરમાં દર બુધવારે સીએમને અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળતી હોય છે. ત્યારે આવતીકાલે બુધવારના રોજ મળનારી કેબિનેટ બેઠક મળવાની નથી. ગાંધીનગરનાં સચિવાલય ખાતે બુધવારની કેબીનેટ બેઠક નહી મળે. મંત્રી મંડળની કેબીનેટ બેઠક આ બુધવારે નહી મળે